ત્યારે સંતે કહ્યું કે તમારા પિતાજી તમારા માટે કઈ મૂકી ગયા નથી તેમ છતાં તમે આટલા સુખી સંપન્ન છો અને તે બધું તમે તમારા દીકરા ને આપશો, અને તમને એમ લાગી રહ્યું છે કે તમારા દીકરા ને તેમ છતાં ખરાબ દિવસો જોવા પડશે?
તે તમારો ભય સાચો છે કારણ કે તમે અત્યાર સુધી પૈસા કમાવવા માં જ ધ્યાન આપ્યું અને તેના કારણે તમારા પુત્ર ને સાચી સમજણ અને સંસ્કાર આપી શક્યા નહિ. એક પિતા તરીકે તમારી ફરજ પૈસા કમાવાની સાથે સાથે તેના ભણતર ગણતર અને સંસ્કારમાં ધ્યાન આપવાની જરૂર હતી.
કારણ કે જે વ્યક્તિ તેમના સંતાનો ને માત્ર સંપત્તિ નો વારસો આપે છે અને ભણતર ગણતર અને સંસ્કાર આપવા નું ચૂકાઈ જાય છે, તે તેના સંતાનો માટે અતિ ઘાતક સાબિત થાય છે. સંતાનો ને મહેનત વિના મળેલી સંપત્તિ તેના જીવન ને બગાડી નાખે તેની પુરેપુરી શક્યતા હોય છે.
આપણા બાળકો ને નાનપણ થી જ સારા પોષણ ની સાથે સાથે સારા સંસ્કાર આપવા સારું ચરિત્ર આપવું એ ગમે તેટલી સંપત્તિ આપો તેનાથી ખુબજ ઊંચા સંસ્કાર છે. સુખી સંપન્ન પરિવાર ના અમુક સંતાનો પણ કેટલાય ગુણ નું આચરણ કરે છે.
જેની પાછળ પરિવાર માં મળતા ખોટા લાડ કોડ અને સંસ્કાર ના સિંચન નો અભાવ હોય છે. બાળકો ની દરેક ચાલ ચલન પર નજર રાખો. અને જરૂર પડે ત્યાં કડક વલણ દેખાડી ને પણ તેને સુધારો સારા સંસ્કાર નો વારસો આપ્યો હશે તો સંપત્તિ વધારે કે ઓછી હશે તેના જીવન માં તકલીફ નહિ પડે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.