એટલે સ્વાભાવિક છે કે સામે તેનું કારણ પૂછે, કારણ પૂછતા જજ સાહેબે જવાબમાં કહ્યું કે મારી દીકરા ની સગાઈ થયા પછી હું મારા વેવાઈ ના ઘરે અંદાજે ત્રણ વખત ગયો હતો. એક વખત લગભગ એકાદ મહિના પહેલાં ગયો હતો અને હમણાં પાંચ સાત દિવસ પહેલાં જ મારે કામ હોવાથી એક જ દિવસમાં બે વખત વેવાઈ ના ઘરે જવાનું થયું.
તેઓએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું હું ત્રણ વખત ગયો તે ત્રણેય વખત માત્ર વેવાણ જ ઘરકામમાં વ્યસ્ત હતા, એક વખત પણ મેં થનારી વહુ ને ઘરકામ કરતી ન જોઈ. પહેલાના વખતમાં તો મને સામાન્ય લાગ્યું પરંતુ જ્યારે હું પછી બે વખત ગયો ત્યારે પણ મેં આવું જોયું એટલે મને થોડું અજુગતું લાગ્યું…
પછી મેં ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરીને નક્કી કર્યું કે જે દીકરી પોતાની સગી માતા ને દરેક સમયે કામમાં વ્યસ્ત જોઈને પણ તેની મદદ કરવાનું ન વિચારે, વડીલો કરતાં નાની ઉંમરની અને જવાન થઈને પણ જો પોતે તેની માતાને ઘરકામમાં મદદ ન કરાવે એ કોઈ બીજાની ઘરે કોઈ બીજાની માતાને અથવા કોઈ અજાણ્યા પરિવાર વિશે શું વિચારવાની?
મારે મારા દીકરા માટે એક વહુ ની આવશ્યકતા છે, મારે કોઈ શો-પીસ નથી જોઈતો જેને સજાવીને રાખી શકાય.
એટલા માટે જ દરેક માતા-પિતાને આ ઇચ્છવું જોઈએ અને નાની નાની બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ તે દીકરી આપણને ભલે ગમે તેટલી વહાલી હોય પરંતુ તેને ઘરકામ શીખડાવવું પણ જોઈએ તેમજ તેની પાસે કરાવવું પણ જોઈએ.
સમયાંતરે જરૂર પડ્યે દીકરીને ખિજાવું પણ જોઈએ, જેનાથી તેને સાસરીમાં તકલીફ ન પડે. તમે આ વાત સાથે સહમત છો કે કેમ તે કમેન્ટ કરીને અચૂક જણાવજો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.