પેલો માણસ કશું જવાબ ન આપી શક્યો અને દુકાનદારને કહ્યું ભાઈ એક વધુ જ્યુસ બનાવી આપજો. ફરી પાછા તેને આપી દીધા અને માજીએ ફરી પાછા એ પૈસા ને મુઠ્ઠીમાં સુરક્ષિત રાખ્યા અને બાજુમાં જમીન ઉપર બેસી ગયા.
જ્યુસનો ઓર્ડર કરી ચૂકેલા માણસને હવે થોડો અફસોસ થવા લાગ્યો કારણકે ત્યાં ખુરશી ની માત્રા સીમિત હતી અને વધારે બેસવાની વ્યવસ્થા ન હોવાથી માજી જમીન ઉપર બેસી ગયા હવે જો તે માણસ પોતાની ખુરશી તેને આપે તો દુકાનદાર અથવા બીજા અન્ય ગ્રાહકોને અથવા તેના મિત્રોને જ અનુકૂળ ન આવે.
અથવા તેના મિત્રો કદાચ તેની મશ્કરી પણ કરવા લાગે. એટલે એ ડરથી તે માણસ એ વૃદ્ધ માજીને ઉપર બેસવાનો આગ્રહ ન કર્યો. સાથે સાથે તે પણ ખુરશીમાં બેસી રહ્યો નહીં અને તરત જ ઉભો થઇ ગયો.
એવામાં જ્યુસ લઈને દુકાનદારનો માણસ પણ આવી ગયો એટલે તરત જ મિત્ર મંડળ ત્યાં ખુરશી ઉપર બેસીને જ્યુસ પી રહ્યા હતા અને તેમાંથી બે ગ્લાસ જ્યૂસ લઈને તે માણસ વૃદ્ધ માજી પાસે જઈને જમીન ઉપર નીચે બેસી ગયો, જમીન ઉપર બેસવામાં તો કોઈને આપત્તિ ન રહે કારણ કે એવું કરવા માટે તે માણસ સ્વતંત્ર હતો. હા તેના મિત્રો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
હજી પાંચ મિનિટ પણ નહોતા થયા કે તરત જ દુકાનદાર ત્યાં એક ખુરશી લઈને આવ્યા લગભગ તેની પોતાની જ ખુરશી હતી. અને વૃદ્ધ માજીને ખુરશી ઉપર બેસાડ્યા અને નીચે બેઠેલા માણસને હાથ જોડીને કહ્યું અરે સાહેબ તમે પણ ઉપર આવી જાઓ. મારી દુકાન માં ગ્રાહકો તો ઘણા આવે છે પરંતુ માણસો ક્યારેક ક્યારેક જ આવે છે.
બંનેએ ખુરશી ઉપર બેસીને જ્યુસ પીધું. અને વૃદ્ધ માજી ની હાલત થોડી ગભરાયેલી હતી પરંતુ પેલા માણસના ચહેરા પર એક સંતોષ દેખાઈ રહ્યો હતો જાણે તેને વર્ષો પછી નીરાતે જ્યુસ પીધું હોય.
જ્યુસ પીધા પછી, તે માણસ માજી ને હાથ પકડીને બહાર સુધી લઈ ગયા, અને તેના આર્શિવાદ પણ લીધા. ત્યાર પછી દુકાનદારને કહ્યું ભાઈ કેટલા પૈસા થયા જ્યુસના?
દુકાનદારે એક ચીઠ્ઠી આપી, એને લાગ્યુ બીલ હશે પણ ચીઠ્ઠી ખોલી તો જોઈને ચોંકી ગયા કારણ કે તે ચીઠ્ઠી માં લખ્યું હતુ, અહિં જ્યુસના પૈસા લેવામાં આવે છે, પરંતુ માણસાઈ ના કોઈ પૈસા લેવામાં આવતા નથી.