એક દિવસ જયારે સવાર ના પહોર માં તે દરિયાકિનારે ચાલવા માટે ગયા હતા.
ત્યારે જોયું તો તેની સાથે મહાદેવજી ના પગલાં પણ રેતી માં પડવા લાગ્યા ત્યારે મહેશભાઈ એ કહ્યું કે મહાદેવજી જયારે મારો ખરાબ સમય હતો, ત્યારે પણ હું એક દિવસ પણ આપના પૂજાપાઠ ચુક્યો નથી બધા સગા સંબંધીઓ એ વ્યવહાર બંધ કર્યો હતો મને એ વાત નું દુઃખ નથી કારણ કે એ તો દુનિયા છે પણ તમે મારો સાથ છોડી દીધો તેનું મને ખુબજ દુઃખ થયું છે તમે આવું કેમ કર્યું?
જવાબ આપતા મહાદેવજી એ કહ્યું કે તે કેમ એવું માની લીધું કે મેં તમારો સાથ છોડી દીધો છે ??? તમારા ખરાબ સમયમાં જયારે તમે રેતી માં ચાલવા આવતા ત્યારે જે પગ ના નિશાન હતા. તે નિશાન મારા પગ ના જ હતા. જયારે તમારો ખરાબ સમય ચાલતો હતો. ત્યારે તમને મારા ખભા ઉપર બેસાડી ને ચાલતો હતો.
કારણ કે મારા ભક્ત ની રક્ષા કરવી તે મારી પહેલી ફરજ છે, હવે જયારે તમારો ખરાબ સમય પૂરો થઇ ગયો એટલે મેં મારા ખભે થી નીચે ઉતાર્યો છે. જેથી કરી ને તમને ચાર પગ ના નિશાન દેખાઈ રહ્યા છે.
આમ મહાદેવજી એ મહેશભાઈ ને તેના ખરાબ સમય માં સાથ આપી અને ખરાબ પરિસ્થિતિ માંથી બહાર કાઢ્યા સાચા મન થી નિષ્પાપ ભક્તિ કરવાથી આપી રક્ષા કરવાની જવાબદારી ભગવાન સંભાળી લે છે અને આવા નાના મોટા દાખલા આપણી આજુબાજુ માંથી મળી શકે છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.