#હું ખુશ છું કારણ કે ઘર માં કોઈ દિવસ ઘર ની કોઈ વ્યક્તિ ને મોટી બીમારી આવી નથી પરિવાર ના બધા સભ્યો સ્વાસ્થ્ય છે તાવ અને શરદી થી વધારે તકલીફ ઘર માં કોઈ ને નથી પડતી અને તે પણ બહુ ઓછી માત્રા માં જેના માટે હું ભગવાન નો ખુબ ખુબ આભાર માનું છું.
# હું ખુશ છું કારણ કે આજુબાજુ માં રહેતા બધા પાડોશીઓ સાથે અમારે ઘર જેવો સંબંધ છે અને બધા ની સાથે નવી વાનગી દેવા લેવા નો વ્યવહાર છે અને બધા લોકો એક બીજા ને કઈ પણ કામ કે જરૂરિયાત હોય કાયમ ને માટે તત્પર રહે છે ભગવાન નો આભાર માનું છું
#હું ખુશ છું કે દિવાળી ના ત્યોહાર માં બધા સગા વહાલા ને તથા મિત્રો પાડોશીઓ ને ભેટ દેવા માં મારુ પર્સ ખાલીખમ થઇ જાય છે મતલબ કે મારી પાસે એવા સંબંધીઓ સગાઓ મેટ્રો પાડોશીઓ છે અને બધા ની સાથે બહુજ સારો વ્યવહાર છે અને હું તે બધું કરી શકું તેના બદલ માં ભગવાન નો આભાર માનું છું
જીવન જીવવાની આ રીતભાત ઉપર અમલ કરવાથી આપણી અને આપણા લોકો ના જીવન માં સંતોષ અને શાંતિ બનાવવી જોઈએ. નાની મોટી તકલીફો દુઃખો તો જીવનભર આવતા જતા રહેવાના જ છે. પરંતુ તેમાંથી પણ આપણે ખુશીઓ શોધી ને આપણું જીવન માણો આપણી સાથે ડગલે અને પગલે બનતી ઘટના જેમાંથી મોટાભાગ ની ઘટના માંથી આપણે સકારાત્મક વિચાર રાખી ને જીવન ખુશહાલ બનાવો. અને તે બધા માટે ભગવાન નો આભાર જરૂર થી માનીયે.
અને અંત માં આ સ્ટોરી વાંચવા બાદલ પણ આપ સર્વે નો ખુબ ખુબ આભાર અને ભગવાન નો પણ કારણ કે આપણી પાસે એવો ફોન છે, જેના થકી આ ઓળખાણ અને સંબંધ બંધાયો છે. આ પ્રકાર ની અનેક વાતો અહીંયા મળી રહેશે તો અમારી સાથે જોડાઈ રહો.