ત્યારે ભગવાનને નારદમુનિ એ પ્રશ્ન કર્યો કે પહેલા અને બીજા મહાત્મા નર્ક માં ગયા, અને ત્રીજા મહાત્મા સ્વર્ગ માં ગયા. પરંતુ મને એ સમજાવો કે પહેલા બે મહાત્મા નર્ક માં કેમ ગયા? માછલી ને બચાવવા માટે બગલા ને ઉડાડવો તે કોઈ પાપ કર્મ તો નથી? ત્યારે ભગવાને નારદમુનિ ને જવાબ આપતા કહ્યું કે…
તે દિવસે માછલી જ બગલા નું ભોજન હતું. અને બગલો ખુબ જ ભૂખ્યો હતો. પરંતુ મહાત્મા એ બગલા ને ઉડાડી મુકતા તે ભૂખ થી તરફડીને મૃત્યુ પામ્યો, જેથી તેને કરેલું કર્મ પાપ કર્મ થયું. એટલે નારદમુનિ એ કહ્યું કે તો બીજા મહાત્મા એ તો બગલા ને ઉડાડ્યો પણ નહોતો તો પછી તેને નર્ક કેમ મળ્યું?
ત્યારે ભગવાને કહ્યું કે ત્યારે બગલા ને ભૂખ નહોતી તેનું પેટ ભરેલું હતું પણ તે મનોરંજન કરવા માટે માછલી ને પકડી ને હેરાન કરવા માટે શિકાર કરી રહ્યો હતો. ત્યારે માછલી નો જીવ બચાવવાનો હતો, પણ તે મહાત્મા એ જીવ બચાવવા માટે કઈ કર્યું નહિ. એ કારણ થી તેને નર્ક માં જવું પડ્યું.
અને ત્રીજા મહાત્મા એ જયારે એ દ્રશ્ય જોયું કે તરત જ બધી જવાબદારી ભગવાન ની ઉપર નાખી, અને તે તેનું ભજન કરવા લાગ્યો. અને બહાર જે પણ બને તે ભગવાન ની ઇરછા હશે તે બનશે એમ બોલી ને તેના કર્મ માં લાગી ગયા. તેથી તેને સ્વગઁ માં સ્થાન મળ્યું જયારે બંગલો શિકાર કરી રહ્યો હતો.
ત્યારે પહેલા બે મહાત્મા નું મન ભજન કીર્તન ના બદલે સાંસારિક માયા માં લાગ્યું જ્યારે ત્રીજા મહાત્મા એ તે સમયે પણ તેના મન પર કાબુ કરી અને ભગવાન નું ભજન કીર્તન માં લગાવ્યું એટલા માટે તેને સ્વર્ગ ની પ્રાપ્તિ થઇ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.