એક પ્રોફેસર એના વર્ગમાં એક નવતર પ્રકારની ટેસ્ટ લેતા. આ ટેસ્ટમાં…

એક પ્રોફેસર એના વર્ગમાં એક નવતર પ્રકારની ટેસ્ટ લેતા. આ ટેસ્ટમાં અમુક સવાલો થોડા વિભાગમાં વહેંચેલ હોય. વળી આ સવાલનો ત્રણ રીતે વર્ગીકરણ કરેલું હોય. વિદ્યાર્થીએ દરેક વિભાગ માટે જવાબ આપવા માટે એક સવાલ પસંદ કરવાનો.

દરેક વિભાગના પ્રથમ વર્ગમાં સૌથી અઘરા સવાલ હોય અને એનું મૂલ્ય ૫૦ પોઇન્ટ હોય. બીજા વર્ગના સવાલ એટલા નગરા ન હોય એનું મૂલ્ય 40 પોઇન્ટ. સૌથી પહેલા જે તે વિભાગના ત્રીજા વર્ગમાં હોય અને એનું મૂલ્ય 30 પોઇન્ટ.

વિદ્યાર્થી ટેસ્ટ આપે એમાં જેણે ૫૦ પોઈન્ટ વાળા સૌથી મુશ્કેલ પ્રશ્નો પસંદ કર્યા હોય એને એ ગ્રેડ આપવામાં આવે. 40 પોઇન્ટ વાળા સવાલો પસંદ કરનાર વિદ્યાર્થીને બી ગ્રેડ મળે અને સૌથી સરળ 30 પોઇન્ટના મૂલ્ય પસંદ કરનારા અને સી ગ્રેડ આપવામાં આવે. રસપ્રદ મુદ્દો એ કે એમના જવાબ ખરાબ હોય કે ખોટા એને ધ્યાનમાં લીધા સિવાય ઉપર મુજબના ગ્રેડ આપવામાં આવે.

સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ આ રીતથી મળતાં ગ્રેડથી પરેશાન થઈ જાય. ખુલાસો પૂછતા પ્રોફેસર કહે, “હું કાંઈ તમારું જ્ઞાન નથી ચકાસતો. હું તો તમારા લક્ષ્યની કસોટી કરું છું.

લક્ષ્ય,ઉદ્દેશ, ધ્યેય કે સપનું જેટલું મોટું એટલી સફળતા પણ મોટી. સપનાને મજબૂતીથી વળગી રહેવું જોઈએ, કારણકે સપનાનું અકાળે મોત થાય તો પછી જીવન એવા તૂટેલી પાંખવાળાં પક્ષી જેવું થઈ જાય કે જે ઉડી શકતું નથી.

સપના એટલે દૂરનું નિહાળવાની દ્રષ્ટિ, વિઝન, વિદ્વતા અને ડહાપણ માટે પંકાયેલા સોલોમોન એ કહ્યું છે: વિઝન નથી ત્યાં લોકો નાશ પામે છે.

મેડિકલ સાયન્સમાં માનવંતુ સ્થાન ધરાવતા આલ્બર્ટ સ્વેઈત્ઝરને એમની જીવન સંધ્યા કેવી વીતી રહી છે એવું પૂછવામાં આવ્યું તો એ વયોવૃદ્ધ ડોકટરે જવાબ આપ્યો: “મારી આંખની દૃષ્ટિ રાખીને ઝાંખી થતી જાય છે, પરંતુ મારું વિઝન અગાઉ કરતાં વધુ સ્પષ્ટ થયું છે.”