બીજા જ દિવસથી તે માણસે પોતાની આખા દિવસની બચતને તે સાતમા ઘડામાં નાખવાની શરૂ કરી દીધી. પરંતુ સાતમાં ઘડામાં ગમે તેટલું નાખે તો પણ તે ભરાવાનું નામ લેતો નહિ.
ધીરે ધીરે તે માણસ કંજૂસ થવા લાગ્યો અને વધારે ને વધારે બચત કરીને તે ઘડામાં વધુ પૈસા નાખવા લાગ્યો. કારણકે તેને જલ્દી પોતાનો સાતમો ઘડો ભરવો હતો.
તે માણસની કંજૂસી ને કારણે હવે ઘરમાં પણ ખામીઓ શરૂ થઈ ગઈ, કારણ કે તે માણસ હવે પહેલા કરતાં પોતાની પત્નીના ઓછા પૈસા આપતો અને પત્નીએ તેને સમજાવવાની કોશિશ કરી પરંતુ તે માણસના મગજમાં બસ એક જ ધૂન સવાર હતી કે તેને સાતમો ઘડો ભરવો હતો.
હવે તે માણસના ઘરનું વાતાવરણ પણ પહેલા જેવું રહ્યું નહીં, તેની પત્ની પણ કંજૂસી ના કારણે વાતવાતમાં તેના પતિ સાથે ઝઘડો કરવા લાગી. ઘરના ઝઘડા થી પરેશાન થઈને તે માણસનો સ્વભાવ પણ ચિડચિડો થઈ ગયો.
એક દિવસ રાજા ને આ વાતની ખબર પડી એટલે રાજાએ તે માણસની મુશ્કેલીઓનું કારણ પૂછ્યું તો માણસ એ રાજાને પણ કહ્યું કે હવે મોંઘવારી વધી છે જેના કારણે ખર્ચો વધી ગયો છે તો માણસની આ વાત સાંભળીને રાજાએ પણ તેનું મહેનતાણું વધારી દીધું. પરંતુ રાજાએ જોયું કે તેનું મહેનતાણું વધાર્યા છતાં પણ તે માણસને ખુશીના થઈ તે માણસ હજુ પણ મુશ્કેલીમાં રહેતો અને તેનો સ્વભાવ પણ પહેલા જેવો ન રહ્યો હતો.
એક દિવસ રાજાએ તે માણસને આખરે પૂછી જ લીધું કે તને યક્ષ હે સાત ઘડા તો નથી આપ્યા ને? રાજાએ તેને આવો સવાલ પૂછ્યો એટલે તે માણસે સાતમા ઘડા વિશે બધું સત્ય રાજા ને જણાવી દીધુ.
ત્યારે રાજાએ માણસને કહ્યું કે તું સાતે ઘડા યક્ષ ને પાછા આપી દે, કારણ કે એ સાતમો ઘડો એ સાક્ષાત લોભ છે, તેની ભૂખ ક્યારેય પણ મિટતી નથી.
પેલા માણસ ને આખી વાત સમજાઈ ગઈ, તે માણસે એ જ દિવસે ઘરે પાછા જઈને યક્ષ ને બધા ઘડા પાછા આપી દીધા. ઘડા પાછા આપી દીધા પછી તે માણસ ના જીવનમાં પહેલાની જેમ જ ફરી પાછી ખુશીઓ આવી ગઈ.
આ સ્ટોરી માંથી આપણને બોધ મળે છે કે આપણે ક્યારેય પણ લોભ કરવો જોઈએ નહીં. ભગવાને આપણને બધાને આપણા કર્મ અનુસાર વસ્તુઓ આપી છે, આપણી પાસે જે છે તેનાથી ખુશ રહેવું જોઈએ, જો આપણે પણ લાલચ કરીએ તો સાતમાં ઘડાની જેમ તેનો કોઈ અંત હોતો નથી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટીંગ પણ આપજો.