જેવા વૃદ્ધ સ્ત્રી ને ઘર ની બહાર કાઢ્યા તેવી આકાશ માંથી વીજળી ગરજી અને તેના મકાન ઉપર પડી અને થોડી ક્ષણો માં તો આખું મકાન બળી ને ખાખ થઇ ગયું, અને તેના હાથ માં રહેલી ચમત્કારી વીંટી પણ ગાયબ થઇ ગઈ અને તેનો બધો વૈભવ એક ક્ષણમાં તો ખેદાન મેદાન થઈ ગયો.
થોડી ક્ષણ માં તે વૃદ્ધ સ્ત્રી તેની સામે આવી અને તેને મહાલક્ષ્મી માતા નું રૂપ લીધું ત્યારે તે મહાલક્ષમી માતા ની સામે કરગરવા લાગ્યો પરંતુ મહાલક્ષ્મી માતા તેની સામે નજર કરતા મંદ મંદ હાસ્ય કરતા હતા
હવે તેને સમજાયું કે મદદ માંગવા આવેલા વૃદ્ધ સ્ત્રી બીજું કોઈ નહિ પણ સાક્ષાત મહાલક્ષમી માતા જ હતા અને તેનું અભિમાન માં અપમાન કર્યું છે હવે તે મહાલક્ષ્મી માતા ને પગે લાગી અને કરગરવા લાગ્યો કે મને માફ કરી દ્યો મહાલક્ષ્મીજી એ કહ્યું કે તને મેં બધું આપ્યું પણ તારી લાયકાત નહોતી
એટલે તું અભિમાની બની ગયો જ્યાં સમાજ ના નાના માણસો નું કે ગરીબ માણસો નું સન્માન થતું નથી ત્યાં મારી હાજરી રહેતી નથી આટલું બોલતાં જ મહાલક્ષ્મી માતા અદ્રશ્ય થઇ ગયા આપણા ગુજરાત માં પણ એક પ્રસિદ્ધ ભજન છે કે
રામે દીધો છે રૂડો રોટલો કોઈને ખવડાવીને ખાવ આપણને આપેલા સુખ માં થી આપણે કોઈને સુખી કરી શકીયે એ ભગવાન ને સેવા કાર્ય બરાબર જ છે
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.