ધર્મેશ જોયું કે સુલતાન સાથે લગભગ ઘણા બધા સિપાહી મોજૂદ હતા પરંતુ કોઈપણ સિપાહી ના હાથમાં કોઈપણ જાતના હથિયાર ન હતા એટલે તેને આશ્ચર્ય થયું તો તેણે વિનમ્રતાપૂર્વક સુલતાન ને પૂછ્યું કે તમારી સાથે આટલા બધા સૈનિકો છે પરંતુ કોઈના હાથમાં હથિયાર કેમ નથી?
સુલતાન એ હસીને કહ્યું એમાં વાત એવી છે કે આજે સવારે હું સમુદ્ર તટ ઉપર ફરવા માટે આવ્યો હતો એવામાં મારી કિંમતી વીંટી ખોવાઈ ચૂકી છે હવે આ રેતીમાં તે વીંટી ક્યાં પડી ગઈ છે તે ખબર નથી.
એટલે બધા સૈનિકોને સાથે લઈને આવ્યો છું જેથી આ લોકો રેતીને ચાળીને મારી વીંટી શોધવામાં મદદ કરી શકે. ધર્મેશ એ કહ્યું વીંટી તો ખૂબ જ મોંઘી હશે ને?
સુલતાને કહ્યું એ એટલી બધી પણ મોંઘી નથી, એનાથી પણ અધિક કીમતી વિટીઓ મારી પાસે પડી છે પરંતુ avt મને આશીર્વાદ માં મળી હતી. અને હું એવું માનું છું કે મને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તે એ વીંટીના આશીર્વાદથી જ મળ્યું છે.
એટલા માટે મારા મનમાં તે વીંટી નું મૂલ્ય આ રાજ્ય કરતાં પણ વધારે છે.
આટલું કહીને સુલતાને ધર્મેશ ને પ્રશ્ન પૂછ્યો કે તમે અહીં શું વહેંચવા આવ્યા છો?
ધર્મેશ સામે જવાબ આપતા કહ્યું કે લવિંગ!
જવાબ સાંભળીને સુલતાન આશ્ચર્ય ચકિત થઈ ગયા, તેને તરત જ ધર્મેશ ને કહ્યું અરે આ તો લવિંગનો જ દેશ છે શેઠ, અને તમે અહીં લવિંગ વહેંચવા માટે આવ્યા છો તમને અહીં લવિંગ વહેંચવાની જે પણ કોઈએ સલાહ આપી છે તે નક્કી તમારો દુશ્મન જ હશે, અહીં તમારું લવિંગ કોઈ નહીં ખરીદે!
ધર્મેશ એ કહ્યું કે મારે એ જ જોવું હતું કે મને અહીં વેપારમાં ફાયદો થાય છે કે કેમ, હકીકતમાં વાત એવી છે કે મારા પિતા ના આશીર્વાદ થી મને આજ સુધી ક્યારેય ધંધામાં નુકસાન નથી થયું. અને હું હવે એ જોવા માગું છું કે અહીં મને મારા પિતાજીના આશીર્વાદ ફરે છે કે કેમ?
સુલતાન ફરી પાછા આશ્ચર્યચકિત થઇ ગયા અને પૂછ્યું પિતાજી ના આશીર્વાદ એનો શું મતલબ?
ધર્મેશ સુલતાને કહ્યું કે મારા પિતાજીએ આખી જિંદગી ઈમાનદારી અને પ્રમાણિકતાથી કામ કર્યું, પરંતુ આર્થિક રીતે તેઓ સુખી સંપન્ન થઈ શક્યા નહીં. પરંતુ મૃત્યુ સમયે ભગવાનનું નામ લઈને તેઓએ મારા માથા પર હાથ રાખીને મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળ હશે તો એ પણ સોનું બની જશે. અને આટલું કહીને ધર્મેશ નીચે થોડી રેતી ઉચકીને સુલતાન સામે રાખી અને આંગળીઓની વચ્ચેથી રેતીને ફરી પાછી નીચે પાડી.
રેતીનો ખોબો ભર્યો હતો એટલે ધીમે ધીમે રહેતી બધી નીચે જતી રહી પછી તેને હથેળીમાં જોયું તો ધર્મેશ અને સુલતાન બંનેના આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે તેની હથેળીમાં એક હીરાજડિત વીંટી હતી. અને આ એ જ વીંટી હતી જે સુલતાન ના હાથમાંથી પડી ગઈ હતી.
વીંટી જોઈને સુલતાન તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તેઓએ ઉપર જોઈને જાણે ભગવાનનો શુક્રિયા અદા કરતા હોય એ રીતે કહ્યું વાહ રે ભગવાન તમારી કરામતનો પાર નથી, તમે પિતા ના આશીર્વાદને પણ સાચા કરી દીધા.
સુલતાન ખૂબ જ ખુશ થઈ ગયા અને ધર્મેશ ને ગળે ભેટી પડ્યા અને કહ્યું કેમ માંગ શેઠ, આજે તને જે જોઈતું હશે તે હું આપીશ. ધર્મેશ એ કહ્યું કે તમે સો વર્ષ સુધી જીવતા રહો અને પ્રજાનું સારી રીતે આ જ રીતે પાલન કરતા રહો અને પ્રજા સુખી રહે બસ આનાથી વધુ મારે કંઈ નથી જોઈતું.
ધર્મેશ ના મુખે થી આવી વાત સાંભળીને સુલતાન વધુ ખુશ થઈ ગયા તેઓએ કહ્યું કે તારો જેટલો માલ છે તે માલ હું ખરીદું છું અને તું માંગ તેટલી કિંમતમાં ખરીદીશ.
કહેવાય છે ને કે તમારી સાથે જો તમારા પિતાના અથવા પછી તમારા માબાપ ના આશીર્વાદ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને ક્યારેય હરાવી શકતી નથી.
મા-બાપની સેવા કરીએ તેનું ફળ નિશ્ચિત રૂપથી મળે છે. અને આશીર્વાદ જેવી હકીકતમાં કોઈ સંપત્તિ નથી. આથી જ મા-બાપ નું સન્માન કરો, અને જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.