એક કુટુંબની આ વાત છે, કુટુંબ નાનું હતું અને સુખેથી રહેતા હતા પરંતુ જીવનમાં અત્યંત વૈભવ પણ નહોતા. પિતા એ આખી જિંદગી પ્રામાણિકતાથી પોતાનું કામ કર્યું હતું. તેને હવે ઉંમર પણ થઈ ચૂકી હતી અને કોઈ કારણોસર આ વાતની તેને પણ ખબર હતી. તેને હવે પોતાના મૃત્યુનો સમય નજીક લાગી રહ્યો હતો એટલે તેઓને સંતાનમાં એક નો એક જ દીકરો હતો.
દીકરાને પોતાની પાસે બોલાવીને કહ્યું બેટા મારી પાસે અઢળક ધન કે સંપત્તિ નથી કે જે તને હું વિરાસતમાં આપી શકું, પરંતુ મેં મારા આખા જીવન દરમ્યાન સાચી રીતે અને એકદમ પ્રમાણિકતાથી કામ કર્યું છે અને હું તને આશીર્વાદ આપું છું કેતુ જીવનમાં ખૂબ જ સુખી થઈશ અને તું ધૂળ ને હાથ લગાવશે તો તે પણ સોનુ થઈ જશે.
દીકરો પણ પહેલેથી જ આગ ના કાર્ય તો તરત જ પિતા ના આશીર્વાદ મળ્યા એટલે માથું ઝુકાવીને પિતાના પગે પડ્યો પિતાએ દીકરાના માથે હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા અને જાણે સંતોષ મળી ગયો હોય એ રીતે તેણે પોતાના પ્રાણ પણ છોડી દીધા.
એક જ દીકરો હોવાથી હવે ઘરની બધી જવાબદારી તે દીકરા ધર્મેશની માથે આવી પડી, ઘર ખર્ચ કેવી રીતે ચલાવવો થી માંડીને બધી જવાબદારી ધર્મેશ ઉપર આવી પડી.
તેને એક નાનકડી રેગડી લઈને પોતાનો વેપાર શરૂ કર્યો અને ધીમે ધીમે વેપાર તેનો વધતો ગયો. થોડા સમય પછી એક નાનકડી દુકાન લીધી અને વેપારમાં પણ વધારો થતો ગયો. જોતજોતામાં ધર્મેશ ની ગણતરી શહેરના સુખી સંપન્ન લોકો માં થવા લાગી. તેને વિશ્વાસ હતો કે આ બધું જે પણ કંઈ તેની સાથે બની રહ્યું છે તે તેના પિતાજી ના આશીર્વાદ નું જ ફળ છે.
કારણ કે તેના પિતાજીએ જીવનમાં ઘણું દુઃખ સહન કર્યું હતું પણ ક્યારેય ધીરજ છોડી ન હતી, એવી જ રીતે ક્યારેય પ્રામાણિકતા પણ છોડી ન હતી. એટલા માટે જ તેના આશીર્વાદ માં એટલું બળ હતું તેના આશીર્વાદથી જ દીકરો સફળ થયો છે તેવું તેનું માનવું હતું.
અને દર વખતે ધર્મેશ ના મોઢેથી એક જ વાત નીકળતી કે તેની સફળતામાં તેના પિતાના આશીર્વાદ નો જ હાથ છે. એક દિવસે તેને એક મિત્રએ પૂછ્યું કે જો તારા પિતા માં આટલું બળ હતું તે પોતે કેમ આટલા સુખી-સંપન્ન ન થઈ શક્યા?
ધર્મેશ એ તરત જ તેના મિત્રને જવાબ આપતા કહ્યું કે હું પિતાની તાકાત ની વાત નથી કરી રહ્યો હું તો માત્ર તેના આશીર્વાદ ની તાકાત ની વાત કરી રહ્યો છું. ધર્મેશ જ્યારે પણ વાત કરતો ત્યારે તેના પિતા ના આશીર્વાદ ની વાત કરતો એટલે ઘણા લોકોએ તો તેનું નામ જ બાપનો આશીર્વાદ એવું રાખી દીધું.
અને ધર્મેશ ને તેના નામથી કોઈ ખોટું લાગતું હતું નહીં કારણ કે તે પણ એવું જ માનતો કે તે પોતે પિતાના આશીર્વાદ ને કાબિલ નીકળે એવું જ ઈચ્છે છે.
તેનો વેપાર ધંધો ધીમે ધીમે વધતો જ રહ્યો હતો, થોડા સમય પછી તો તેઓએ વિદેશમાં પણ વેપાર ચાલુ કરી દીધો. ધર્મેશ જ્યાં પણ કંઈ જગ્યાએ વેપાર કરવા જતો ત્યાં તેને લાભ થતો. એક વખત તેના મનમાં અચાનક વિચાર આવ્યો કે હું જ્યાં પણ ક્યાંય જાઉં છું મને દરેક જગ્યાએ લાભ મળે છે મારે નુકસાન નો અનુભવ કરવો છે તો એક વખત તેને તેના મિત્રને પૂછ્યું કે કોઈ એવો વેપાર જણાવે જેમાં મને નુકસાન થાય.
મિત્ર ને તો થયું કે ધર્મેશ ને તેની સફળતા અને પૈસા નો ઘમંડ આવી ગયું છે, આનું ગમન દૂર કરવા માટે કોઈ એવો ધંધો શોધવો પડશે જેનાથી તેને નુકસાન જ નુકસાન થાય.
તો મિત્રે વિચાર્યા પછી તેને કહ્યું કે તું એક કામ કરે, ભારતથી લવિંગ ખરીદે અને આ લવિંગ આફ્રિકા માં જઈને વહેંચ.
આફ્રિકાના અમુક પ્રદેશની વાત કરીએ તો ત્યાં એ લવિંગનો દેશ જ કહેવાય છે, ત્યાંથી ભારતમાં વેપારીઓ લવિંગ લાવે છે અને અહીં ભારતમાં આ જ લવિંગ વેચીને નફો કમાય છે. એટલે તમે ભારતમાંથી લવિંગ ખરીદીને ત્યાં વહેંચવા જાવ તો તેમાં નુકસાન વેઠવું પડે.
પરંતુ ધર્મેશ નક્કી કરી લીધું કે તે ભારતમાંથી લવિંગ ખરીદીને ખુદ પોતે આફ્રિકા જશે, મનોમન તે વિચારી રહ્યો હતો કે હું પણ જોવું કે પિતા ના આશીર્વાદ કેટલો સાથ આપે છે?
જાણે તે પિતા ના આશીર્વાદ ને ટેસ્ટ કરવા માંગતો હોય એ રીતે નુકસાન નો અનુભવ કરવા માટે ભારતમાંથી લવિંગ લઈને જહાજમાં ભરીને પોતે આફ્રિકા પહોંચી ગયો.
જે પ્રદેશમાં જવાનું હતું ત્યાં જઈને એક લાંબો રેતીવાળો રસ્તો દેખાઈ રહ્યો હતો. તે રસ્તો પાર કરીને બધા વેપારીઓ સાથે મુલાકાત કરવા માટે તે રસ્તા પર ચાલીને જઇ રહ્યો હતો એવામાં તેને સામેથી જોયું કે તે પ્રદેશ માં જેઓનું રાજ્ય હતું તે જ વ્યક્તિ તેની સામે આવી રહ્યો હતો.
અને આ વ્યક્તિ સાથે તેના સિપાહીઓ પણ આવી રહ્યા હતા, ધર્મેશ એ કોઈને પૂછ્યું કે આ માણસ કોણ છે તો બધા લોકોએ જણાવ્યું કે આ સુલતાન છે.
ધર્મેશ પોતાના રસ્તે જઈ રહ્યો હતો અને સામેથી સુલતાન આવી રહ્યા હતા એટલે સુલતાને તેને સામે જોઈને તેનો પરિચય પૂછ્યો. ધર્મેશ એ કહ્યું હું ભારત માંથી આવું છું અને વેપારી છું. સુલતાને તેને વેપારી સમજીને તેનું ખૂબ જ આદર સન્માન કર્યું અને તેના સાથે વાત કરવા લાગ્યા.