પેલા માણસની હાલત થોડા સમય પછી ઠીક થઈ એટલે તરત જ સામે બેઠેલા ચોકીદારને તેણે પૂછ્યું તમે અંદર કેવી રીતે આવ્યા? કેવી રીતે ખબર પડી?
એટલે ચોકીદારે તેનો જવાબ આપતા કહ્યું હું તો અહીં 20 વર્ષથી કામ કરી રહ્યો છું સાહેબ. આ ફેકટરીમાં દરરોજ ૫૦૦ જેટલા ઓફિસર અને મજુર કામ કરવા માટે આવે છે. અને ફરી પાછા જાય પણ છે.
પરંતુ હું ઘણા વર્ષોથી જોતો આવ્યો છું કે તમે બધાથી અલગ છો તમારા જેવા આ કારખાનામાં બહુ ઓછા માણસો છે, જે લોકો જ્યારે પણ કારખાનામાં આવે અને જાય ત્યારે મને કંઈક કહી ને જાય છે.
તમારી જ વાત કરું ને સાહેબ તો તમે દરરોજ સવારે આવો ત્યારે જ્યારે પણ કારખાનામાં અંદર પ્રવેશો છો ત્યારે મને હસીને ‘રામ રામ’ કહો છો. અને મારા હાલચાલ પૂછીને તમે કારખાનામાં જતા રહો છો.
એવી જ રીતે જ્યારે પણ તમે કારખાના માંથી બહાર નીકળો છો ત્યારે મને ‘રામ રામ કાકા’ એવું કહીને જ ઘરે જાવ છો, ખબર નહીં શું કામ પણ તમે જ્યારે મને હસીને આ બે શબ્દ કહો છો તો જાણે આખા દિવસનો થાક ઉતરી જતો હોય એવું લાગતું હોય છે.
અને બીજા બધા લોકોની વાત કરું તો એ લોકો ફેક્ટરીમાંથી એ રીતે આવીને જતા રહે છે કે જાણે હું અહીં છું જ નહીં.
આજે દરરોજની જેમ જ મેં સવારે તમારું રામરામ તો સાંભળ્યું હતું પરંતુ સાંજ થઈ ચૂકી હોવા છતાં અને બધા લોકો ઘરે જતા રહ્યા હોવા છતાં તમે નીકળ્યા ન હતા અને મને રામ રામ કાકા પણ યાદ જ હતો. મેં થોડા સમય સુધી તો તમારી રાહ પણ જોઈ કે કોઈ કામ પર અટવાઈ ગયા હશે, પરંતુ વધારે સમય થઈ ગયો એટલે હું ફેક્ટરીમાં આવીને તમને શોધવા લાગ્યો.
ઘણી જગ્યા પર શોધ્યા પછી મનમાં વિચાર આવ્યો કે શું તમે મુશ્કેલીમાં તો નહીં હોયને, એટલે અહીં પેલા રૂમમાં ખખડાવીને અંદર જોયું તો તમે મળી ગયા.
ચોકીદાર નો આવો જવાબ સાંભળીને પેલો માણસ હક્કો બક્કો રહી ગયો, કારણકે તે વિચારી જ ન શક્યો કે કોઈ માણસને જો તમે હસી ને રામરામ કહી દો તો એ કારણથી તમારો જીવ પણ બચી શકે. તે અંદરોઅંદર જ વિચારવા લાગ્યો કે રામ કહેવાથી તરવા લાગશો. બે હાથ જોડીને ઉપર જોઈને ભગવાનનો ખુબ જ આભાર માન્યો.
અને ચોકીદારને પણ ચલો રામ રામ કાકા કાલે ભેગા થઈશું આટલું કહીને ઘરે જવા રવાના થઈ ગયો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો શેર કરજો અને કોમેન્ટમાં તમારા સ્ટોરી ને લઈને પ્રતિભાવ આપશો.