અને સાંજે આરતી સમયે મંદિરમાં આવીને ઘંટ વગાડશે એટલે કોઈને એમ નહિ થાય કે આ ભાઈ મંદિર માં નોકરી લેવા માટે આવે છે.
બધા લોકો આ વિચાર સાથે સહમત થઈ ગયા અને તે ભાઈને ફુલ નો ગલ્લો ખોલી દેવામાં આવ્યો.
આવું થોડા સમય સુધી નિયમિત પણ ચાલે રાખ્યું કે ભાઈ આખો દિવસ ત્યાં ધંધો કરતા અને આરતીના સમયે તેઓ ભક્તિમય થઈને ઘંટ વગાડવા માટે આવી જતા.
બધા લોકો પણ ખુશ થઈ ગયા અને તે માણસને પણ ખુશી મળી. સમય જતા તેઓ નો ધંધો વધતો ગયો. એક ગલ્લો હતો તે ગલ્લા માં થી તેણે નાની કેબીન કરી નાખી.
જોતજોતામાં જ તેનો ધંધો ખૂબ વધતો ગયો કેબિનમાંથી મોટી દુકાન કરી નાખી.
પરંતુ આ બધું થઇ રહ્યું હતું તેની સાથે સાથે તે માણસ કોઈ દિવસ ભગવાન ને ભૂલ્યો નહીં અને દરરોજ સાંજે આરતીના સમયે નિયમિત પણે તે પોતાનું ગમે તેવું કામ હોય તો પણ પડતું મૂકીને આરતી કરવા માટે આવી જતા અને ઘંટ વગાડતો.
ધીમે ધીમે તે દુકાનમાંથી મોટો શોરૂમ કરી નાખ્યો અને શહેરમાં બીજી જગ્યાએ પણ તેઓએ પોતાની બ્રાન્ચ ઊભી કરી. હવે તે મંદિરની સામે ન બેસતા પરંતુ શહેરના મુખ્ય બજારમાં ખોલેલા અત્યાધુનિક શોરૂમમાં બેસતા.
પરંતુ સાંજે સમય થાય ત્યારે તેઓ નિયમિત પણે મંદિરમાં આવી જતા હવે તો તે આર્થિક દ્રષ્ટિએ ખૂબ સુખી થઈ ગયા હતા એટલે ડ્રાઈવર સાથે ગાડીમાં તેઓ મંદિરે આવતા અને ફરી પાછા તેના શો રૂમે જઈ બેસતા.
જોકે આ બધું ટૂંક સમયમાં એટલે કે માત્ર પાંચ વર્ષમાં જ થઈ ગયું. બે વર્ષ પહેલા તો મંદિરનો ટ્રસ્ટ પણ ફરી પાછા બદલાઈ ગયા હતા.
મંદિરમાં થોડું રીનોવેશન કરવાનું હતું અને થોડો જીર્ણોદ્વાર પણ કરવાની મંદિરના ટ્રસ્ટીઓ ની ઈચ્છા હતી થોડું-ઘણું દાન તો ભેગુ થઈ ચૂક્યું હતું પરંતુ હજી તેમાં મોટી કહી શકાય એવી ઘણી રકમ ખૂટતી હતી આથી બધા લોકોએ યથાશક્તિ પ્રમાણે દાન આપ્યુ.
કોઈએ કહ્યું હતું એટલે મંદિરના ટ્રસ્ટીઓ સામે ફૂલ ની દુકાન હતી તેના માલિક પાસે મળવા બજારની મુખ્ય શો રૂમ માં ગયા.
માલિક ત્યાં જ બેઠા હતાં તેને તેમના સેક્રેટરીએ જાણ કરી કે તમને મળવા માટે મંદિરમાંથી કોઈ લોકો આવ્યા છે એટલે તરત જ બધું કામ પડતું મૂકીને તે માણસે મળવા માટે બોલાવ્યા. મંદિરમાંથી આવેલા લોકોએ પેલા ભાઈને વાત કરી કે આ રીતે મંદિરમાં રીનોવેશન કરવાનું છે. તો તમારી યથાશક્તિ પ્રમાણે દાન આપશો.
એટલે માલિક સામે બીજો કોઈ પણ સવાલ પૂછ્યા શિવાય તરત જ ચેક બૂક મંગાવી અને તેને તરત જ તેની સાથે રહેલા આસિસ્ટન્ટ ને કહ્યું કે ૧૧ લાખનો ચેક લખી નાખ.
ચેક લખીને તે આસિસ્ટન્ટ માલિકના અંગુઠાના નિશાન મરાવ્યા. આ બધું જોઇને મંદિરમાંથી આવેલા માણસો આશ્ચર્યચકિત થઈ ગયા બધા લોકોને ખબર પડી ગઈ કે સહી કરતા નથી આવડતું એટલે અંગૂઠો મારી દીધો.
મંદિરમાંથી આવેલા ટ્રસ્ટીઓ માંથી એક ભાઈએ માલિકને કહ્યું કે સાહેબ તમે અભણ છો તો પણ આટલા બધા આગળ નીકળી ગયા છો તો તમે ખાલી વિચાર કરો કે તમે ભણેલા હોત તો ક્યાં પહોંચ્યા હોત?
એટલે માલિક હસવા લાગ્યા અને ટ્રસ્ટીને જવાબ આપતા કહ્યું જો હું ભણેલો હોત ને સાહેબ તો હું આજે પણ મંદિરમા ઘંટ વગાડતો હોત, પછી બંને હાથે ભગવાનના ઉપર જઈને દર્શન કરતા હોય એ રીતે મુદ્રા કરીને તેણે કહ્યું કે ભગવાનની લીલા તો અપરંપાર છે.
આથી જ કદાચ કહેવાય છે કે કદાચ આપણી સાથે કોઈ વસ્તુ એવી બનતી હોય જે આપણને ન ગમે તો થોડું ભગવાન પર ભરોસો રાખજો કે ભગવાન જે પણ કંઇ કરી રહ્યા છે તે આજે નહીં તો કાલે આપણા ફાયદા માટે જ હશે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો ને શેર કરીને વંચાવજો. અને આ સ્ટોરી ને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.