બાવીસ વર્ષનો નવયુવાન સંજય પોતાની જિંદગીમાં ઘણા અનુભવો કરી ચૂક્યો હતો. એક ગરીબ પરિવારમાં જન્મેલ સંજય 10 ધોરણ સુધી જ ભણી શક્યો હતો. તેની ઈચ્છા કોલેજ સુધી ભણવાની હતી પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે અને સંજોગો વરસાત તેની ઈચ્છા પૂરી ના થઇ શકી.
10 ધોરણનો અભ્યાસ કરીને સંજય તેના ઘરની આવક માં કંઇક વધારો થાય તે માટે નાની-મોટી નોકરી કરવા લાગ્યો, જેથી પિતાજીને મદદ પણ મળી રહે. અને તે પોતે નોકરી કરતો હોવાથી ઘરમાં પણ થોડી રાહત રહેતી. પરંતુ કુદરતને તે મંજૂર ના હોય તેમ સંજય ની નોકરી છૂટી ગઈ.
સંજય પોતે જ્યારે કમાવવા લાગ્યો ત્યારે તેને ઘરની પરિસ્થિતિ નું સાચું જ્ઞાન થયું હતું કે તેના પિતાને ઘર ચલાવવા માં કેટલી તકલીફ પડતી હશે? નોકરી છૂટી જવાથી સમજાઈ એકદમ ચિંતા માં રહેવા લાગ્યો, અને તેના ઘરની નજીક આવેલ બગીચામાં બેસી રહેતો અને નોકરી મેળવવાના વિચારોમાં ખોવાઈ જતો.
તે બગીચામાં બેઠો હતો એવામાં ત્યાં એક મોટર આવી, મોટર જોઈને જ ખબર પડી જાય કે આ અત્યંત વૈભવી ખૂબ જ મોંઘી મોટર હશે. સંજય નું ધ્યાન મોટર તરફ ગયું એવામાં તે મોટર માંથી એક વૃદ્ધ વ્યક્તિ નીચે ઉતરે છે.
તે વ્યક્તિની ઉંમર લગભગ 60થી 65 વર્ષની હશે. તે નીચે ઉતરીને એક વૃક્ષ પાસે જાય છે, તે વૃદ્ધ માણસ એ ખૂબ જ સારા કપડા પહેર્યા હતા. વૃદ્ધ માણસ વૃક્ષ પાસે ગયા એવામાં ડ્રાઇવર મોટરની ડેકીમાંથી એક મોટું બોક્સ કાઢી ને ત્યાં આવે છે.
ત્યાં આવેલા વૃક્ષ પાસે રહેલા ચબુતરા માં એ બોક્સ ને ઠલવી નાખે છે. એ બોક્સમાં ગોડ ભરેલો હતો ત્યારબાદ એ વ્યક્તિ અવાજ કરીને આજુબાજુમાં રહેલી ગાયોને બોલાવી. અને બધી ગાયો પણ જેમ નાનું છોકરું તેના મમ્મી કે પપ્પા બોલાવે અને દોડતા આવી જાય એમ આવવા લાગી.
તે ધનવાન વૃત શેઠ તેના હાથે થી બધી ગાયને વહાલ કરીને ગોળ ખવડાવવા લાગ્યા, અને બધી ગાયો ગોળ ખાતી હતી એ જોવા માટે તે વ્યક્તિ દૂર જઈને બેસી ગયા. સંજય ત્યાં બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો, થોડા સમય પછી ગોળ ખાઈને ગાયો ત્યાંથી જવા લાગી.
પરંતુ પછી જે બન્યું તે સંજય માટે થોડું વધારે પડતું આશ્ચર્યજનક હતું. ગાયો જે ગોળ ખાઈ રહી હતી, તે ગોળ ખાતા ખાતા નીચે પડી ગયેલા ગોળ ના નાના ટુકડા ઉઠાવીને તે અત્યંત ધનવાન દેખાઈ રહેલા વૃદ્ધ વ્યક્તિ આ ટુકડાઓ ખાવા લાગ્યા.
માણસના પહેરવેશ ઉપરથી અને તેની પર્સનાલિટી ઉપરથી સંજયને વિશ્વાસ હતો કે તે માણસ જરૂરથી અત્યંત ધનવાન હશે, પરંતુ આટલો મોટો માણસ અને તેનું આવું વર્તન? આ બધું તેની સામે જોઈને તેના મનમાં અનેક સવાલો થવા લાગ્યા.
થોડા જ સમય પછી એ વૃદ્ધ વ્યક્તિ ફરી પાછા મોટરમાં બેસીને નીકળવા જઈ રહ્યા હતા એવામાં સંજય થી રહેવાયું નહીં અને પોતે જે આમ બેઠો હતો ત્યાંથી ઊભો થઈને તે વૃદ્ધ વ્યક્તિ પાસે જઈને કહે છે કે હું તમને એક વાત પૂછવા માંગુ છું?
સંજય પોતાનો સવાલ પૂછતા કહ્યું કે તમે અત્યંત મોટા માણસ લાગો છો, ગાયને ગોળ ખવડાવવો છો એમાં મને કંઈ નવાઈ ન લાગી. પરંતુ ગૌમાતાના મોઢામાંથી નીચે પડેલા ગોળના નાના ટુકડાઓ કે જે ગોળ ગાય એ બેઠો કર્યો હતો એ કેમ તમે ઉપાડીને ખાઈ રહ્યા હતા?
મોટર ની અંદર બેઠેલા વૃદ્ધ માણસ જાણે આવો જ કંઈક સવાલ પૂછવામાં આવશે એની ખબર હોય અને એવું જ થયું એટલે કદાચ તેઓ હસવા લાગ્યા. ડ્રાઇવરને કહ્યું ભાઈ ગાડી જરા સાઇડ પર લગાવી દે. પોતે ગાડીમાંથી નીચે ઉતરીને સંજય ને લઈને વૃક્ષના ઓટલા પાસે ગયા.
ત્યાં બેઠા અને સંજય ને પણ બેસાડ્યો, અને સંજય ને કહ્યું કે તને જે જે આ ગોળના ટુકડા દેખાય છે એ તારા માટે કદાચ એઠું ભોજન હશે. પરંતુ મારા માટે મારા આખા જીવન દરમિયાન આનાથી વધારે સ્વાદિષ્ટ ભોજન એક પણ નથી.