મહારાજ આ વાત સાંભળીને ફરી પાછા હસવા લાગ્યા અને કહ્યુ ભાઈ તમે અત્યંત સમજદાર વ્યક્તિ છો. તમને જીવન નું ઘણું જ્ઞાન છે. આવી સમજદારી એ ઘણી સારી વાત છે.
હજુ પહેલા વ્યક્તિ અને મહારાજ બંને જમીન સુધી પહોંચે અને જમીન સામે દેખાઈ રહી હતી. એટલે ત્યાં જમીનની બહાર ગાડી ઉભી રાખી કે તરત જ અંદરથી ઝાડપાન ખખડવાનો અવાજ આવી રહ્યો હતો.
એટલે તે વ્યક્તિએ મહારાજને કહ્યું મહારાજ આપણે થોડા સમય સુધી અહીં રોકાઈ જઈએ તો તમને કોઈ વાંધો નથી ને? મહારાજ તેને પૂછ્યું કેમ કશું કારણ? તે વ્યક્તિ એક જ જવાબ આપ્યો કે અંદરથી જે અવાજ આવી રહ્યો છે એ લગભગ બાળકોનો છે એ બાળકો બધા અહીં આંબાપર આવેલી કેરી ચોરતા હશે, જો આપણે અચાનક જ અંદર જઈશું તો ગભરાઈને તે લોકો આમતેમ જવાની ભાગવાની કોશિશ કરશે. એમાંથી જો કોઈ પડી જશે તો બિચારા બાળકને ઈજા થઈ જશે.
થોડા સમય સુધી મહારાજ કશું ન બોલ્યા, થોડા સમય પછી તે પહેલા વ્યક્તિ ને કહ્યું ભાઈ તમને એક વાત કહેવા માગું છું આ જમીન ઉપર એક પણ પ્રકારનો વાસ્તુ દોષ નથી અને આના નિવારણ માટે પણ કશું કરવાની કોઈ જ પ્રકાર ની જરૂર નથી.
જમીનને જોયા પહેલાં જ મહારાજ આવું બોલ્યા એટલે પેલા વ્યક્તિએ પૂછ્યું પણ મહારાજ તમે તો હજુ જમીન પણ નથી જોઈ, અને આવું કેમ?
મહારાજ ફરી પાછા હસી પડ્યા અને કહ્યું જ્યાં તમારા જેવા લોકો રહેતા હોય જે માત્ર ને માત્ર બીજા લોકોની ભલાઈ માટે વિચારતાં રહેતા હોય, એ સ્થાન વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર ગણાય, એ સ્થાન કાયમ માટે સુખ આપનારું અને ફળદાયી જ રહે છે.
જ્યારે આપણું મન બીજાની ખુશી અને શાંતિ ને પ્રાથમિકતા આપવા લાગે તો એનાથી બીજાને તો મળે જ છે પરંતુ આપણને પોતાને પણ માનસિક શાંતિ તેમ જ પ્રસન્નતા મળે છે.
જો કોઈ વ્યક્તિ કાયમ પોતાનાથી પહેલા બીજાનું વિચારવા લાગે તો ખરેખર તેનામા એ પ્રકારની સમજદારી આવી જાય છે કે જાણે તેને સંતત્વ પ્રાપ્ત કરી લીધું હોય.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.