મને યાદ છે એક વખત તેમને ખૂબ જ તાવ આવ્યો હતો અને હું સ્કૂલેથી ઘરે આવ્યો તેને શરીર ખૂબ જ ગરમ હતું ટકી રહ્યું હતું મેં કહ્યું મમ્મી તને તાવ આવ્યો છે તો હસતા હસતા કહે મેં તો હમણાં ખાવાનું બનાવ્યું છે એટલા માટે શરીર ગરમ છે.
લોકો પાસેથી ઉધાર માગીને પણ મારું ભણતર પુરુ કર્યુ, ઘણી વખત હું મારો ખર્ચો કાઢવા માટે બાળકોને ટ્યુશન આપતો તો કહ્યું તું એવું કશું ન કરતો જેનાથી તારો ટાઇમ ખરાબ થાય.
આટલું કહેતા કહેતા જજ સાહેબની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને રડતા રડતા કહ્યું જ્યારે આવી માતાના અમે ન થઈ શક્યા તો હા પત્ની કે બાળકોના શું થયું? આપણે જેના શરીરના ટુકડા છીએ એને જ હું આજે એવા લોકોને સોંપીને આવ્યો છું જેની આદત વિષે એની બીમારી વિશે કશું જાણતા નથી.
જ્યારે હું આવી માતા માટે કશું ન કરી શક્યો હતો હું બીજા માટે શું કરી શકવાનો હતો, મારી પત્ની અને બાળકોને એટલે જ આઝાદી વહાલી હોય અને મારી માતા લાગી રહી હોય તો હું તેને પૂરેપૂરી આઝાદી આપી દેવા માંગું છું. જ્યારે હું મારા પિતા વગર મોટો થઈ ગયો તો બાળકો પણ થઇ જ જશે એટલા માટે જ હું છુટા-છેડા આપવા માંગુ છું.
મારી જેટલી પણ પ્રોપર્ટી છે તે બધી આ લોકોને આપીને હું વૃદ્ધાશ્રમમાં રહેવા જતો રહીશ. ત્યાં જઈને માતા સાથે તો રહી શકીશ કારણ કે આટલું બધું કરીને પણ જો માતા આશ્રમમાં રહેવા માટે મજબૂર છે તો મારે પણ એક દિવસે જવું જ પડશે. માતા સાથે રહી રહીને આદત પણ પડી જશે એટલે માતાની જેમ તકલીફ નહીં થાય.
જજ સાહેબ આ બધું ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી રડીને કહી રહ્યા હતા. વાતો કરતા કરતા ક્યારે રાતના અગિયાર વાગી ગયા તેનું કોઈને ભાન ન રહ્યું.
કેતનભાઇ જજ સાહેબ ની પત્ની સમક્ષ જોયું તો તેના ચહેરા પર પ્રાયશ્ચિત નો ભાવ હતો, તરત જ ડ્રાઈવરને ફોન કર્યો જજ સાહેબ તેઓના બાળકો અને પત્ની કેતનભાઇ સાથે તરત જ માતાને લેવા માટે વ્રુધ્ધાશ્રમ જવા નીકળી ગયા.
પહોંચતા પહોંચતા રાત્રે બાર વાગી ગયા ઘણી રિક્વેસ્ટ કર્યા પછી વૃદ્ધાશ્રમ નો ગેટ ખોલી દેવામાં આવ્યો અને ગેટ ખોલતા ની સાથે ચોકીદાર ના પગમાં પડીને જજ સાહેબ બોલ્યા અહીં મારી માતાને બે દિવસ પહેલા જ મૂકવા આવ્યો હતો અત્યારે લેવા આવ્યો છું મને મહેરબાની કરીને અંદર જવા દો.
ચોકીદારે કહ્યું તમે શું કરો છો, સાહેબે કહ્યું હું હાઈકોર્ટમાં જજ છું ચોકીદારે તેઓને જવાબ આપ્યો જ્યારે બધા સબૂત તમારી સામે છે તેમ છતાં તમે તમારી માતાને ન્યાય ન આપી શક્યા તો બીજાઓ લોકો સાથે શું ન્યાય કરતા હશો સાહેબ?
એટલું કહીને ચોકીદાર જતો રહ્યો લગભગ અંદર કોઈને જાણ કરવા ગયો હશે થોડા સમય પછી એક મહિલા આવી અને આવીને કહ્યું આટલી મોડી રાત્રે તમે તમારા માતા ને લેવા માટે આવ્યા છો તમે માતા ને લઈને કશું બીજું કંઈ કરી નાખો તો હું મારા ભગવાનને શું જવાબ આપીશ?
એટલામાં કેતનભાઇ વચ્ચે પડયા અને બોલ્યા મારો વિશ્વાસ કરો બહેન આ લોકો ખૂબ જ પસ્તાવો અનુભવી રહ્યા છે અને અત્યારે જ આ લોકોને અંદર જવા દો, અંદર ગયા અને તેની માતાને જોઈને કેતનભાઇ ની સામે જજ સાહેબના આંખમાંથી ફરી પાછા આંસુ નીકળી ગયા.
માતા ને લઈને ફરી પાછા ઘરે જવા રવાના થયા, જાણે નાનું બાળક તેની માતા સાથે વાતો કરતું હોય એ રીતે જજ સાહેબ તેની માતા સાથે આખા રસ્તા માં વાતો કરી રહ્યા હતા જૂની વાતો કરી અને બધા લોકોના પસ્તાવા વિશે પણ વાત કરી. ઘરે પહોંચવાની સાથે જ જજ સાહેબ ની પત્ની પણ માતાજીના ચરણોમાં પડી અને માફી માંગી કારણકે આજે એને પણ સમજાઈ ગયું કે માતા એ માત્ર માતા જ છે, એ આપણી તાકાત છે એને ક્યારેય વિના સહારે ન છોડવી જોઈએ.
માતા બાળકો અને તેના દીકરાઓ બધા ભેટી પડ્યા, કેતનભાઇ આ જોઈને રાજી થઈ ગયા અને તરત જ ભાભી ને કહ્યું હવે ભાભી કંઈક જમવાનું પણ કરો ભૂખ બહુ જ લાગે છે. બધા લોકો હસવા લાગ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.