રમલા એ ચીઠી વૃદ્ધ પાસે થી લઇ ને વાંચવા લાગ્યો. વાંચતા વાંચતા તે રડવા લાગ્યો. તે ચીઠી માં તેના દીકરા એ લખ્યું હતું કે મહેરબાની કરી ને આ બંને ને તમે કોઈ વૃદ્ધાશ્રમમાં ભરતી કરાવી આપશો. રમલો તો ચીઠી વાંચી ને દુઃખી થઇ ગયો.
અને વૃદ્ધ ને શુ જવાબ આપવો તે તેને કઈ સમજ માં ના આવ્યું. કારણ કે પોતાને તો નાનપણ થી માં બાપ ની સાથે રહી શક્યો હતો નહિ. અને આ વૃદ્ધ ને બે-બે દીકરા હોવા છતાં તેના માં બાપ ને આવી રીતે તરછોડી દીધા હતા. રમલો તેને પોતાના ઘરે લઇ ગયો.
અને કહ્યું કે આજ થી તમારા નાના દીકરા નું ઘર આ જ છે. હું તમને કોઈ પણ રીતે હેરાન નહિ થવા દઉં. તમે બંને અહીંયા શાંતિ થી રહો. અને આરામ કરો રમલો ભગવાન નો આભાર માનવા લાગ્યો કે આટલા વર્ષે મને મારા માં બાપ પાછા આપ્યા.
અહીંયા તો એક સ્ટોરી રજુ કરવા માં આવી છે. પરંતુ સમાજમાં વૃદ્ધ થયા પછી પોતાના જ ઘર માંથી કોઈ પણ કારણ થી તરછોડવા માં આવતા અથવા તો વૃધાશ્રમ માં મોકલી દેવતા વડીલો ની સંખ્યા ઓછી નથી. આવું કરવા વાળા એ એ પણ વિચારવું જોઈએ કે તેના સંતાનો આ બધું જુવે છે.
અને તે મોટા થઇ ને તેની સાથે આવું વર્તન કરે તે તેને ગમશે?
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.