માં બાપ વગર નો દીકરો રમેશ જેને બધા રમલો કહી ને બોલાવતા તેના માં-બાપ નું રમલાના નાનપણમાં જ બીમારી માં અવસાન થયું હતું. નાનું ગામ હતું. એટલે આડોશ પાડોશ ના લોકો એ રમલા ને ઉછેરી ને મોટો કર્યો. સરકારી સ્કૂલમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કરી ને પછી તે પોતે પોતાના હાથે ચા બનાવી ને રેલવે સ્ટેશન માં વહેંચતો.
ચા સારી બનાવતો અને નાની ઉંમર હોવાથી મુસાફર તેને ચા ના પૈસા ની સાથે સાથે પાંચ દસ રૂપિયા ખુશ થઇ ને આપતા. જે રૂપિયા ની રમલો બચત કરતો. પોતે ખુબ જ મહેનતુ હતો. જેથી સારી એવી કમાણી કરી લેતો અને બચત પણ.
એક દિવસ રમલા ની નજર એક વૃદ્ધ દંપતી પર પડી જે ટ્રેન ના ડબ્બામાંથી સાવધાની પૂર્વક એકબીજા નો હાથ પકડી ને ઉતરી રહ્યા હતા. જે બહુ ધીરે ધીરે ચાલી રહ્યા હતા. અને નજીક માં આવેલ બાંકડા પાર આવી અને બેસી ગયા. રમલા એ તરત જ ત્યાં જઈને બંને ને ચા પીવડાવી.
ત્યાં બીજી ટ્રેન આવતા તે ત્યાં ચા વહેંચવા માટે ચાલ્યો ગયો. ચા વેંચીને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. કારણ કે હવે ની ટ્રેન સાંજે આવવાની હતી. સાંજે રમલો સ્ટેશન પર ચા લઇ ને પહોંચી ગયો.
ત્યારે તેને જોયું કે વૃદ્ધ દંપતી હજુ ત્યાં ને ત્યાં જ બેઠું છે. સાંજ ની ટ્રેન માં ચા વેંચીને નવરો થયેલો રમલો તે વૃદ્ધ દંપતી પાસે ગયો. અને પૂછ્યું કે તમારે કઈ ટ્રેન માં જવાનું છે? તમે સવાર ના અહીંયા બેઠા છો.
અને હવે આજે એક પણ ટ્રેન આવશે નહિ. તેમાંથી વૃધે પોતાના ખિસ્સા માં આમ તેમ હાથ નાખતા એક ચીઠી શોધી ને આપી અને કહ્યું કે અમે અમારા મોટા દીકરા ને ત્યાં થી નાના દીકરા ને ત્યાં જવા માટે નીકળ્યા છીએ. અને અમે ભણેલા નથી. જેથી આ ચીઠી માં સરનામું લખી આપ્યું છે.
અને કહ્યું છે કે તમને સ્ટેશનમાં લેવા ના આવી શકે. તો કોઈ ને આ ચીઠી બતાવજો. તે તમને આ સરનામે પહોંચાડી આપશે. એમ કહી ને ચીઠી રમલા ના હાથ માં આપી.