પરંતુ હજી આ માણસને આના વિષે કશું જ ખબર નહોતી. જેવી તેને આ સમાચાર મળ્યા કે તરત જ તે માણસ મીઠાઈ ની દુકાન પર ગયો. મીઠાઈની ખરીદી કરી અને જ્યાં મકાન બની રહ્યું હતું ત્યાં પહોંચ્યો, જોયું તો સોસાયટીના લગભગ બધા મકાન પડી ગયા હતા. ચારે બાજુ લોકો અફસોસ જતાવી રહ્યા હતા તેમજ લોકો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી રહ્યા હતા. અને રડે પણ કેમ નહીં કારણકે વર્ષોની મહેનત કર્યા પછી બનેલું મકાન પડી જાય તો કેવો અફસોસ થાય.
પરંતુ આ માણસે ત્યાં જઈને કશું અલગ જ વસ્તુ કરી જેટલા લોકો ત્યાં હતા તે બધા લોકોને મીઠાઈ આપવા લાગ્યા. બધા લોકો આ જોઇને આશ્ચર્ય ચકિત થઈ ગયા, એટલામાં જ તેની બાજુમાં જેનું મકાન હતું તે પાડોશી તેને ઓળખતા હતા થોડી મિત્રતા જેવું પણ થઈ ગયું હતું, એટલે તેને સંકોચ રાખ્યા વગર પૂછ્યું ભાઈ તમે પાગલ તો નથી થઈ ગયા ને, આપણા બધાના વર્ષોની મહેનત ના કમાણીમાંથી બનેલા મકાન પડી ગયા છે તો તમે અફસોસ કરવાની જગ્યાએ મીઠાઈ વહેંચી રહ્યા છો?
ત્યારે તે ગરીબ માણસ એ જવાબ આપતા કહ્યું ભાઈ તમે આ જે ઘટના બની છે, તે ઘટનાની એક તરફ જ જોઈ રહ્યા છો. અને એ નકારાત્મક બાજુ છે. તમે આ ઘટનાનું સકારાત્મક રીતે વિચાર કરી શકો. આપણું મકાન આજે પડી ગયું તે ખૂબ જ સારું થયું છે. કારણ કે જો તમે જ વિચાર કરો જો આપણા મકાન સમયસર બની ગયા હોત તો આપણે અહીં બે દિવસ પહેલાં જ રહેવા આવી ગયા હોત. અને જો આપણે મકાનમાં રહેતા હોત તો આપણા પરિવાર ના લોકો ને આપણે ગુમાવી પણ શક્યા હોત. કારણ કે આપણે તો બંને ઘરની બહાર હતા પરંતુ આપણો પરિવાર તો હજુ ઘરમાં જ રહે છે એટલે જો એ આમાં નવા મકાનમાં રહી રહ્યો હોત તો આપણા પરિવાર નું શું થયું હોત? જો એ નુકસાન થયું હોય તો કેવડું મોટું નુકસાન ગણાય?
પહેલા ભાઈ ની આંખ જાણે ખૂલી ગઈ, કે કોઈપણ કારણસર તેઓને ત્રણ દિવસ પછી ઘરમાં રહેવા જવાનું હતું અને તે માણસ બંને હાથ જોડીને ભગવાનનો આભાર માનવા લાગ્યો, અને તરત જ તેના મનમાંથી શબ્દો નીકળવા લાગ્યા કે ભગવાન જે પણ કંઈ કરે છે તે સારા માટે જ કરે છે. કોઈ પણ ઘટના બને ત્યારે તેની સકારાત્મક અને નકારાત્મક બંને બાજુ હોય છે તમારા વિચારમાં શું અંતર છે તેના ઉપરથી આપણે કઈ બાજુ પર છીએ તે જાણી શકીએ. માત્ર એક વિચારથી આપણું સુખ પણ દુઃખમાં પરિવર્તન થઈ જાય છે. અને એક વિચાર માત્ર થી દુઃખ પણ સુખમાં પરિવર્તિત થઈ શકે છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.