એક ગરીબ માણસ ખૂબ જ મહેનત થી પૈસા કમાતો હોય છે, અને તેને ગરીબી એટલી હદે ખરાબ હતી કે સાંજે જમવામાં શું બનશે તેના માટે પણ તે નિશ્ચિત ન હતો, કારણકે દરરોજ સવારથી લઇને સાંજ સુધી તે જે કામ કરે છે એમાંથી જેટલા પૈસા મળે તો નક્કી થાય કે સાંજે તે જમશે કે નહીં, સમય વીતતો ગયો એમ ધીમે ધીમે તેની પ્રગતિ થવા લાગી.
એ ગરીબ માણસ હવે પહેલા કરતા વધારે સમૃદ્ધ થઈ ગયો, પરંતુ હજુ પણ તેની પાસે પોતાનું ઘર નહોતું. પરંતુ ધીમે-ધીમે સમૃદ્ધ થતો ગયો એમ પૈસા પણ ભેગા કરતો ગયો, એક સમય એવો પણ આવ્યો કે તેની પાસે ઘર લેવા જેટલા પૈસા ભેગા થઈ ગયા. એક એક પૈસો ભેગો કરીને ખુબ જ મહામહેનતે તેને ઘર બનાવ્યું સાથે સાથે લગ્ન કર્યા તેના જીવનમાં ખુશીઓ પણ આવી.
છેલ્લા દસ વર્ષથી અથાગ પરિશ્રમ કરીને તેને પૈસા પણ ભેગા કર્યા હતા. આખરે મકાનમાં રહેવા માટે જવાના હતા ત્યાં ખબર પડી કે મકાન બનાવવા માટે હજુ છેલ્લું કામ બાકી હોવાથી હજુ ત્રણ દિવસ જેવો સમય લાગશે. એની આજુબાજુ પણ આવી રીતના લગભગ ઘણા મકાનો બની રહ્યા હતા.
બધા લોકોને ત્રણ દિવસની વધારે રાહ જોવી પડશે કારણકે સોસાયટીમાં થોડું કામ હજુ બાકી હતું. બધા લોકો નિરાશ થઈ ગયા. તેમ છતાં જેવી ભગવાનની ઈચ્છા એવું સમજીને ત્રણ દિવસ પછી બધાએ રહેવા આવવાનું નક્કી કર્યું ગૃહ પ્રવેશ માટે કયું મુહૂર્ત સારું છે તે પણ જોઈ લીધું હતું.
પરંતુ ગૃહ પ્રવેશમાં એક દિવસની જ વાર હતી અને ભયંકર ધરતીકંપ થયો. અને તે ગરીબ એ બનાવેલું મકાન આખું તે તીવ્ર ધરતીકંપ મા ધ્વસ્ત થઈ ગયું. અને એની સોસાયટીમાં નવા બનેલા બધા મકાનો લગભગ જમીનદોસ્ત થઈ ચૂક્યા હતા.