અને જો મારા શરીરને મહેનત કરવાની ટેવ છુટી જશે તો બાર વર્ષ પછી પણ મને ખેડૂત કામ કરવું ગમશે નહીં અને હું એ કામ નહીં કરી શકું એટલા માટે હું દરરોજ નિયમિતપણે આ કામ કરી રહ્યો છું જેથી કરીને બાર વર્ષ પછી જ્યારે વરસાદ થાય ત્યારે મને મારું કામ કરવા માટે કોઈ પણ જાતની મુશ્કેલી ન ભોગવવી પડે.
અને ખેડૂતો વચ્ચેની આ તાર્કિક થઈ રહેલી ચર્ચા માતા પાર્વતી ખૂબ જ કુતુહલ સાથે સાંભળી રહ્યા હતા આ બધી ચર્ચા સાંભળીને માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું પ્રભુ તમે જો બાર વર્ષ સુધી ડમરુ નહીં વગાડો તો એવું પણ બની શકે કે ડમરું વગાડવાનું પણ તમે ભૂલી શકો છો.
બસ માતા પાર્વતી ની આ એક વાત સાંભળીને ભોળાનાથ ચિંતિત થઈ ગયા, બાર વર્ષમાં અમુક વર્ષ તો બાકી હતા પરંતુ સાથે સાથે અમુક વર્ષ વીતી પણ ચૂક્યા હતા એટલે પોતાનાથી અત્યારે ડમરું વાગે છે કે કેમ તે જોવા માટે તેને ડમરું ઉપાડ્યું અને વગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
અને આ બાજુ જેવું તેને ડમરું વગાડ્યું કે તરત જ વરસાદ શરૂ થઈ ગયો, જે ખેડૂત નિયમિત રૂપે પોતાનું કામ કરી રહ્યો હતો તેના ખેતરમાં તો ભરપૂર પાક થયો પરંતુ બીજા બધા ખેડૂતો પસ્તાવો કરવા સિવાય બીજું કશું ન કરી શક્યા. યાદ રાખવું કે ભગવાનનું ડમરુ ક્યારેય પણ વાગી શકે છે.
એટલે નકારાત્મક વાતો પર ધ્યાન આપીને પોતાની મહેનતનો વ્યય ન થવા દેવો એ સિવાય આપણે આપણા જે પણ કંઈ કાર્ય ધંધામાં સંકળાયેલા હોઈએ તેમાં કુશળ થવા માટે સતત મહેનત કરતા રહેવું જોઈએ, જ્યારે ડમરું વાગશે ત્યારે બધાનો બેડો પાર થઈ જશે તે નિશ્ચિત છે. પરંતુ એના માટે આપણે તૈયાર રહેવું જોઈએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.