ઈન્દ્ર રાજાએ એક વખત કોઈપણ કારણથી ખેડૂતોથી નારાજ થઈને તેને કહ્યું કે બાર વર્ષ સુધી હવે અહીંયા વરસાદ નહીં આવે, અને આ નિર્ણય તેને લઈ લીધો અને ખેડૂતોને જણાવ્યું કે હવે તમે બાર વર્ષ સુધી કંઈ પણ વસ્તુ ઉગાડી નહીં શકો.
બધા ખેડૂતો ચિંતા માં આવી ગયા કે હવે આપણે શું કરીશું.? બધા ખેડૂતોએ ચિંતાતુર થઈને એક સાથે ઇન્દ્રદેવને પ્રાર્થના કરી કે વરસાદ કરાવી આપો. ત્યારે ઈન્દ્ર દેવે જવાબ આપતા કહ્યું કે જો ભગવાન શંકર પોતાનું ડમરુ વગાડી દેશે તો વરસાદ થઈ શકે છે. ઈન્દ્ર દેવે ખેડૂતોને આ ઉપાય તો જણાવ્યો પરંતુ સાથે સાથે ગુપ્ત વાર્તા કરીને ભગવાન શિવને આગ્રહ કર્યો કે તમે ખેડૂત સાથે સહમત ન થતા.
ત્યારે બધા ખેડૂતો ભગવાન સંપર્ક પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શંકર એ તેને જવાબ આપતા કહ્યું કે ડમરું તો 12 વર્ષ પછી જ વાગશે. બધા ખેડૂતો ફરી પાછા નિરાશ થઈ ગયા અને નિર્ણય લઈ લીધો કે હવે 12 વર્ષ સુધી ખેતી નહીં કરીએ.
પરંતુ બધા ખેડૂતોએ આ નિર્ણય લીધો હોવા છતાં એ બધા ખેડૂતોમાં એક ખેડૂત એવો હતો જેને પોતાના ખેતરમાં કામ કરવાનું છોડ્યો નહીં, તે ખેડૂત નિયમિત રૂપે ખેતર ખેડતો અને જે પણ કંઈ કામ ખેતરમાં જરૂરી હોય તે કર્યા રાખતો. આ બધું જોઈને ગામડાના બીજા બધા લોકો અને બીજા ખેડૂતો પણ તેની મજાક ઉડાવવા લાગ્યા.
પરંતુ તે ખેડૂત કોઈપણ ની મજાકની પરવા કર્યા વિના પોતાની મહેનત ચાલુ રાખતો ગયો. થોડા વર્ષો સુધી તો આમ ચાલ્યું પરંતુ અમુક વર્ષો પછી ગામડાના બીજા બધા લોકો અને ખેડૂતો આ મહેનતી ખેડૂતને પૂછવા લાગ્યા કે જ્યારે તને ખબર જ છે કે 12 વર્ષ સુધી વરસાદ નથી આવવાનો તો તારા સમયનો વ્યય અને સાથે સાથે ઊર્જાનો પણ શું કામ નાશ કરી રહ્યો છે?
ત્યારે તે ખેડૂતો જવાબ આપતા કહ્યું કે હું પણ જાણું છું કે બાર વર્ષ સુધી વરસાદ પણ નથી થવાનો અને પાક પણ નથી થવાનું. પરંતુ હું આ કામ માત્ર મારા અભ્યાસ માટે કરી રહ્યો છું. કારણ કે જો 12 વર્ષ સુધી હું કંઈ ન કરું તો કદાચ એવું પણ બની શકે કે હું ખેતીનું કામ કરવાનું જ ભૂલી જાવ.