એ દિવસ પૂરો થયો ફરી પાછો બીજા દિવસ સવાર ના એની કઝિન બહેન પાસેથી 1000 રૂપિયા લઈને તેના પિતાને આપ્યા પરંતુ આ રૂપિયા પણ તેના પિતાએ હાથ લગાવીને તરત જ નીચે મુકી દીધા. આ દિવસ પણ નીકળી ગયો.
છોકરાના મિત્રો પણ ઘણા હતા એટલે બીજા દિવસે તેને એક મિત્ર પાસેથી ૧૦૦૦ રૂપિયા લઇ અને તેના પિતાને આપ્યા તો પિતાએ ફરી પાછું એવું જ વર્તન કર્યું અને કહ્યું આમાંથી એક પણ રૂપિયો તારો કમાયેલો નથી.
દીકરાને હવે એવું થવા લાગ્યું કે પપ્પા ખરેખર હું મારી મહેનત નો રૂપિયો નહીં કમાવા જાવ ત્યાં સુધી મારી પાછળ પડ્યા રહેશે.ગયો એટલે બીજા દિવસે સવારે વહેલો નાઈ ધોઈ તૈયાર થઈ બહાર નીકળી ગયો. ફરતા ફરતા એક હોટલમાં તેને કામ મળી ગયું, પરંતુ ત્યાં તેની હોટલ નો પગાર દરરોજના 500 રૂપિયા હતો. એટલે તે છોકરો બે દિવસ સતત હોટલમાં સવારથી સાંજ સુધી નોકરી કરતો અને પછી બંને દિવસ પસાર થઈ ગયા એટલે ત્રીજા દિવસે સવારે પિતાજી પાસે ગયો.
આ દિવસે તેના મોઢા ઉપર અલગ જ સ્માઈલ હતું, તરત જ જઈને તેના પપ્પાને હજાર રૂપિયા આપીને કહ્યું પપ્પા આ રૂપિયા મેં મારી જાત મહેનતથી કમાયા છે. પરંતુ તેના આશ્ચર્યની વચ્ચે તેના પિતાએ દરરોજની જેમ જ રૂપિયા હાથમાં લઈને તરત જ નીચે મૂકી દીધા. તેના પિતા જ્યારે પણ નીચે જમીન ઉપર પૈસા મુકતા ત્યારે તે તોછડાઈથી મૂકી દેતા જાણે કે તમે પૈસા ને ઈગ્નોર કરતા હોય એ રીતે.
એટલે હવે દીકરાને પોતાના પિતાનું આવર્તન ગમ્યું નહીં એટલે તરત જ તેને ગુસ્સા સાથે તેના પિતાને કહ્યું અરે પપ્પા આ મારી જાત મહેનત ના રૂપિયા છે, આટલા રૂપિયા કમાવવા માટે મને કેવી તકલીફ પડી એની તમને ખબર છે કે નહીં? શું તમને ખબર છે કે તમે જે રૂપિયા કંઈ જ થયું ન હોય એ રીતે નીચે મુકી દીધા એ રૂપિયાને કમાવવા માટે હું બે દિવસ સવારથી સાંજ સુધી નોકરી કરતો હતો અને આખો દિવસ મેં પરસેવો પાડ્યો હતો.
દીકરાએ બોલવાનું બંધ કર્યું એટલે પિતાએ તેની પાસે આવીને તેના માથા પર હાથ મૂકી અને કહ્યું દીકરા જો તને તારા મહેનતના કમાયેલા 1000 રૂપિયા મેં સન્માન વગર નીચે મુક્યા તો પણ તને આટલું બધું દુઃખ થયું, તુ તો મેં દિવસ રાત કાળી મજૂરી કરીને એકઠા કરેલા રૂપિયા છે તે દરરોજ ઉડાવે છે. તો તું જ વિચાર કે શું મને દુઃખ નહિ થતું હોય? મેં દિવસ રાત કાળી મજૂરી કરી ત્યારે જઈને આટલો મોટો ધંધો સ્થાપિત થયો છે. અને હાલની તારીખમાં પણ હું મજૂરી કરવામાં જરા પણ ખચકાટ અનુભવતો નથી. અત્યાર સુધીમાં દીકરાએ ઘણા બધા પૈસા વેડફી નાંખ્યા હતા, પરંતુ તેના પિતાએ સમયસર તેને સમજાવવામાં મોડું ન કર્યું અને દીકરો તરત જ સમજી પણ ગયો.
આપણા પિતા પાસે સંપત્તિ હોય તો એ એની કમાયેલી હોય છે. એની કમાયેલી સંપત્તિ જો જરૂરિયાત વગર આપણે વેડફવા લાગે તો આપણને સંતાન તરીકે એવો કોઈ પણ અધિકાર નથી. પિતાએ રાત-દિવસ એક કરીને મહેનતથી ભેગી કરેલી સંપત્તિ આપણે પાણીની જેમ વાપરવા લાગ્યો હતો તેનું મન કેવું દુઃખી થતું હશે તે વિચારવા લાયક વાત છે. એટલે જ બધા લોકોને જરૂર છે શીખવાની, તો ચાલો પૈસા વાપરતા પહેલા કમાતા શીખીએ.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.