એક ખૂબ જ સુખી કપલ હતું, જીવનની શરૂઆતમાં પતિએ પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. અને કાળી મજૂરી ના એક એક રૂપિયા એકઠા કરીને તેને મોટી ફેક્ટરી ઊભી કરી હતી, અને પૈસાદાર થઇ ગયા હોવા છતાં તે દરરોજ ફેક્ટરીમાં પોતાની જાતે પોતાનું કામ કરતા. આ કપલ નો હવે એવો સમય આવી ગયો હતો કે જીવનમાં આ કપલને પૈસાની બાબતમાં કોઇ જ ખામી હતી નહિ. એટલું જ નહીં તેઓનું જીવન પણ ખૂબ જ વૈભવી બની ગયું હતું, પરંતુ આ કપલના જીવન માત્ર એક જ દુઃખ બાકી રહ્યું હતું. તેને કોઈપણ સંતાન હતું નહીં. ઘણા વર્ષો પછી આખરે આ કપલને ત્યાં એક દીકરાનો જન્મ થયો.
ઘણા વર્ષો પછી શેર માટીની ખોટ પુરાઈ હતી એટલે આ કપલ એકદમ ખુશ ખુશ થઈ ગયા હતા. પિતા તેના દીકરા નો ખૂબ જ ધ્યાન રાખતા હતા, દીકરાના જીવનમાં કોઈ પણ જાતની કમી ન રહે તે માટે તેઓએ બધી જ વ્યવસ્થા કરી રાખી હતી.
ધીમે ધીમે દીકરો પણ મોટો થવા લાગ્યો પરંતુ તેના પિતાએ તેને વધુ પડતા લાડકોડથી સાચવ્યો હતો એટલે થોડી તેના પર ખરાબ અસર પડવા લાગે અને તે પૈસા વાપરવામાં એકદમ ઉડાવ છોકરો બની ગયો. અને જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેની ફરમાઇશ પણ વધતી ગઈ અને તેને તેના પિતા જે પણ કંઈ પૈસા ખર્ચ માટે વાપરવા હતા તે પૈસાને તે પાણીની જેમ વાપરતો.
પિતા આ બધું જોઈ રહ્યા હતા અને તેને મનોમન વિચાર્યું કે દીકરાને હાલમાં રૂપિયાનું મૂલ્ય કંઈ લાગતું નથી, જીવનમાં તેને રૂપિયાનું મૂલ્ય શું હોય છે તે સમજવું જ પડશે અને આ સમજણ મારે જ તેને આપવી પડશે નહીંતર આ દીકરો ભવિષ્યમાં બધી જ મિલકત અને સંપત્તિ ખોઈ બેસશે.
તેને ઘણા વિચાર કર્યા પછી એક દિવસ દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને બેસાડી અને કહ્યું કે દીકરા તને આજે મારે એક વાત કહેવી છે કે હું અત્યાર સુધી મારી જિંદગીમાં જેટલું પણ કમાયો છું એ બધી સંપત્તિ તારી જ છે. મારે તું એકનું એક સંતાન છો એટલે મારે એ સંપત્તિ તને જ સોંપવાની છે. પરંતુ હા આના માટે મારી એક શરત છે કે જો તુ આ રૂપિયા ને લાયક બનીશ તો જ તને આ રૂપિયા અને મારી સંપત્તિ મળશે નહીંતર હું બધી જ સંપત્તિ દાનમાં આપી દેવા ઇચ્છું છું.
દીકરાએ કહ્યું હું કઈ રીતે સાબિત કરી શકું કે હું આના માટે લાયક છું કે નહીં?
એટલે તેને તેના દીકરાને જવાબ આપ્યો કે તું તારી રીતે મહેનત કરીને મને 1000 રૂપિયા કમાઈને બતાવો તો હું તને મારી સંપત્તિ આપીશ નહીંતર તને આ સંપત્તિ નહીં મળે.
બીજા દિવસે છોકરાએ તરત જ એક હજાર રૂપિયા પોતાના ખિસ્સામાંથી કાઢ્યા અને કહ્યું આ રહ્યા ડેડી મેં કમાયેલા 1000 રૂપિયા. તેના પિતા એ તે રૂપિયાને પોતાના હાથમાં લઈ અને તરત જ નીચે મુકી દીધા અને કહ્યું કે મને ખબર છે કે તું આ રૂપિયા તારી મમ્મી પાસેથી લઈ આવ્યો છે. આ રૂપિયો તે તારો નહીં પરંતુ મેં કમાયેલા છે. મેં તને કહ્યું હતું કે મારે તો તે પોતા એ કમાયેલ હોય એવા રૂપિયા જોઈએ છે.