દુકાનદારે કહ્યું અરે તો પછી તને આ 700 રૂપિયાની ચપ્પલ મોંઘી નહિ લાગે ને?
તો વાતને અડધેથી જ કાપીને પહેલો છોકરો બોલ્યો કે અરે નહીં નહીં કંઈ જ મોંઘું નથી.
દુકાનદારે ચપ્પલ નો બોક્સ પેક કરી દીધું અને છોકરાએ પણ પૈસા આપીને ચપ્પલ નું બોક્ષ લઈ દુકાનેથી ચહેરા ઉપર સ્મિત સાથે ઘર તરફ જવા રવાના થઈ ગયો.
એ હજી દુકાનેથી બહાર તરફ જઈ રહ્યો હતો એટલામાં દુકાનદારે કહ્યું અરે બેટા ઉભો રહે, એટલે છોકરાએ પાછું ફરી ને કહ્યું હા બોલો?
તેને દુકાનદારે ૧ બોક્સ હાથમાં આપ્યું અને કહ્યું આ ચપ્પલ તારી માતાને, તારા આ ભાઈ તરફથી ભેટ તરીકે આપી દેજે.
અને તારી માતા ને કહેજે કે જો પેલા ચપ્પલ ખરાબ થઈ જાય તો આ બીજી જોડી કામ લાગશે અને આ તેને હવે પછી ક્યારેય ઉઘાડા પગે નહીં ચાલવું પડે, અને હા આને લેવા ની ના પાડતો નહીં.
દુકાનદાર ની સામે જોઈને તેના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેની બંને આંખ ભીની થઈ ગઈ હતી.
દુકાનદારે પૂછ્યું મને એક વાત જણાવીશ, તારી માતાનું નામ શું છે?
છોકરાએ જવાબ આપતા કહ્યું, “લક્ષ્મી”
દુકાનદારે તેની સામે જોઇને બીજી પણ એક માંગણી કરતાં કહ્યું કે તારી માતાને મારા પ્રણામ કહેજે અને શું હજી મને એક વસ્તુ આપશે?
હા, કહો.
તે જે કાગળ પર તારી માતાના પગની આઉટલાઈન બનાવી હતી, એ કાગળ મને જોઈએ છે.
અરે આટલું જ, આ રહ્યો કાગળ. કાગળ દુકાનદાર ને આપીને ખુશી ખુશી ત્યાંથી જતો રહ્યો. ઘરે જઈ માતાને ચપ્પલ આપ્યા તો માતા ની આંખમાંથી હરખ ના આંસુ નીકળી ગયા…
એ ચાર ઘડી વાળેલો કાગળ દુકાનદાર એ પોતાના ખિસ્સામાં રાખીને દુકાનમાં અંદર જતો રહ્યો. દુકાનમાં જઈને મંદીર પાસે જઇને તે કાગળને ત્યાં રાખી દીધો.
દુકાનદાર ત્યાં કાગળ રાખી રહ્યો હતો તે તેના એક દીકરાએ જોઈ લીધું હતું આથી તે દીકરાએ તેના પપ્પાને પૂછ્યું કે પપ્પા આ શું છે?
દુકાનદારે તેના દીકરાને જવાબ આપતા કહ્યું કે આ લક્ષ્મીજીના ચરણ છે દીકરા. સાચવજે, આચરણને એક સાચા ભક્ત એ બનાવેલા છે, આનાથી ધંધામાં બરકત આવે છે.
દુકાનદાર ના બાળકો દુકાનદાર પોતે બધા ત્યાં ઊભા રહીને એ ચરણને સ્પર્શ કરીને પ્રણામ કરી રહ્યા હતા. કહેવાય છે કે આ દુનિયામાં માતા એ સાક્ષાત પરમાત્મા છે. બસ આપણી જોવાની દ્રષ્ટિ અને મન નો વિચાર શ્રદ્ધા પૂર્ણ હોવો જોઈએ.
જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં અભિપ્રાય પણ આપજો.
તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરી અને નોટીફીકેશન બેલને દબાવી દેજો.