એક વ્યક્તિનું પર્સ બજારમાંથી પાછી આવતી વખતે બજારમાં પડી જાય છે. તે વ્યક્તિ અત્યંત ધનવાન હતો એટલે પર્સમાં પણ અંદાજે ૧૫૦૦૦ રૂપિયા જેટલા હતા.
આટલી મોટી રકમ હોવાથી જેવી તેને ખબર પડી કે આપણું પર્સ નથી તે તરત જ મંદિરે ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે પર્સ મળશે એટલે તમને પ્રસાદ ચઢાવવા આવીશ, ગરીબોને ભોજન પણ કરાવીશ.
પેલી બાજુ પર જ્યાં પડ્યું હતું ત્યાંથી એક બેરોજગાર માણસ નીકળ્યો. જોગાનુજોગ તેને પર્સ દેખાઈ ગયું અને આ કોનું પર્સ હશે તે જોવા માટે આગળ પાછળ જોવા લાગ્યો.
એ પર્સ બીજા કરતા ઘણું અલગ હતું. જાણે કોઈએ સ્પેશિયલ પોતાના માટે પર્સ બનાવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. પર્સમાં આગળ તેના માલિક નું નામ લખ્યું હતું.
પેલા માણસ એ તે નામ કોનું છે, વગેરે તપાસ કરી.અને ખબર પડી કે તે વ્યક્તિ નું ઘર ક્યાં છે એટલે ઘર શોધીને તે વ્યક્તિ તેના ઘરે પરત લેવા માટે પહોંચી ગયો. ઈમાનદાર એટલો હતો કે પર્સમાં રહેલા રૂપિયા ટચ પણ ન કર્યા હતા.
ઘરે પહોંચીને શેઠ ને તેનું પર્સ પાછું આપ્યું એટલે શેઠે તે માણસની ઈમાનદારીની પ્રશંસા કરી અને તેના માટે ઇનામ તરીકે થોડા રૂપિયા આપવાની કોશિશ કરી. પરંતુ તે માણસ ના પાડી દીધી.
તો શેઠે કહ્યું ઠીક છે તો પછી કાલે આવજે.
એટલે શેઠે કહ્યા મુજબ બીજા દિવસે તે માણસ પાછો શેઠની ઘરે આવ્યો અને શેઠે ખૂબ જ સારી રીતે તેનું આગમન કર્યું થોડા સમય પછી તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો.
અહીં શેઠે ભગવાનને મંદિરે જઈને થોડા વાયદાઓ કર્યાં હતા પરંતુ તેનું કષ્ટ દૂર થઈ ગયું હતું એ વાત માને વાતમાં શેઠ ભૂલી ગયા કે તેને મંદિરમાં ભગવાન ની સાક્ષીમાં કંઈક વાયદાઓ કર્યાં હતાં.
તે માણસ ત્યાંથી જતો રહ્યો એટલે શેઠાણી પાસે જઈને શેઠે કહ્યું કે જોયું તે પેલો માણસ કેટલો મૂર્ખ નીકળો. મારું આટલું કિંમતી પર્સ કે જેમાં હજારો રૂપિયા હતા તે કઈ પણ લીધા વગર જ સુપરત કરી ગયો.