પહેલા તો ધનજીભાઈ ને એમ થયું કે વહુ ને જાણ કરું. પણ પછી પોતે વિચાર્યું કે મારા પુત્રો અને પૌત્રો એકપણ શબ્દ બોલ્યા વગર જો જમી લીધું હોય તો મારે આ ગઢપણ માં શા માટે કંકાસ કરવો જોઈએ? હવે બન્યું એવું કે રસોડા માં ત્રણ વહુ રસોઈ બનાવતી હતી. અને ભૂલ થી ત્રણેય વહુ એ ખીચડી માં મીઠું નાખી દીધું હતું.
પણ આખા ઘર માંથી કોઈ પણ બોલ્યા વગર બધાએ જમી લીધું. તે જ રાત્રે ધનજીભાઈ ને સપનામાં દરિદ્રતા આવી અને કહ્યું કે હું હવે જાવ છું. હવે આ ઘર માં હું મુંજાવ છું. અહીંયા હું રહી નહીં શકું.
ત્યારે ધનજીભાઈ એ કહ્યું કે હજુ તો આઠ દિવસ જ થયા છે. ત્યાં તમારે ક્યાં જવું છે? ત્યારે તેને કહ્યું કે તમારી ત્રણ વહુ નો મગજ ફેરવી નાખ્યો. અને ત્રણેયે ખીચડી માં મીઠું નાખ્યું. તમારા નુકશાની કામકાજ માં રુકાવટ કરાવી.
પણ તમે લોકો તો નથી અંદરો અંદર લડતા નથી કે ઝઘડતા નથી. તો હવે મારુ અહીંયા શું કામ છે. મારે તો જે ઘર માં કજિયા કંકાસ થતો હોય એકબીજા મારા મારી કરતા હોય. ઘર ના લોકો જ એકબીજા ના સારા કામ નો થવા દેતા હોય આવા લોકો હોય ત્યાં મને રહેવું ગમે.
તમારા જેવા પ્રેમાળ લોકો હોય અને સાથે સાથે કોઈ નો વાંક હોય તો પણ કોઈ ગુસ્સે થતા ના હોય ત્યાં મારુ કામ નહિ. ત્યાં મારુ મન પણ મૂંઝવણ અનુભવે. જેથી હવે હું જાવ છું. અને લક્ષ્મીમાતા આવતીકાલથી અહીંયા આવી જશે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.