ભગવાનજી શેઠ નો આખા પંથક માં ડંકો વાગતો, આખા પંથક માં તેની જેટલી સંપત્તિ કોઈ પાસે નહોતી.અત્યંત ધનવાન હોવાથી શેઠજી ખુબ જ સાહેબી ભોગવતા. પુષ્કળ પ્રમાણમાં ધંધો ચાલતો, રાજા રજવાડા માં પણ શેઠ નું માન જળવાતું અને તેની પણ એક ખુરશી દરબાર માં પડતી.
શેઠ જ્યારે પણ મંદિરે જાય, આમ તો શેઠજી દરરોજ સવારે મંદિરે જતા ત્યારે તેની સાથે બે મદદનીશ હોય અને સાથે સાથે મુનીમજી પણ હોય. શેઠજીના ત્યાં બધી જ વાતનું સુખ હતું પરંતુ તેઓનું કોઈ વારસદાર નહોતું. પરંતુ શેઠજી અને નક્કી કરેલું હતું કે જ્યારે પણ શેઠજી નું મૃત્યુ થાય ત્યારે તેની બધી સંપત્તિ ગ્રામજનોને જરૂરિયાત પ્રમાણે આપી દેવાની.
આવું તેને મુનિમને પણ કહી રાખ્યું હતું. શેઠજી મંદિરે જાય અને ભગવાનના દર્શન દરરોજ કરીને બહાર આવે, પરંતુ આ દરમિયાન તેની સામે કોઈપણ ગ્રામજનો નજર પણ ન મિલાવે અથવા રામરામ પણ ન કરે. આ બધું જોઇને શેઠજીને ઘણી અકળામણ થતી.
એક દિવસ તેનાથી રહેવાયું નહીં. એટલે મંદિરની બહાર આવીને એક વૃક્ષના છાયામાં બેસી ગયા અને મુનીમજી ને પણ ત્યાં બેસાડીને કહ્યું કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? મુનીમજી અત્યંત ચતુર વ્યક્તિ હતા. લગભગ દરેક સવાલના તેની પાસે જવાબ હતા.
તરત જ શેઠજીને જવાબ આપતા તેને કહ્યું કે હું તમને આનો જવાબ એક દાખલો આપીને આપવા માંગુ છું. એમ કહીને પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે આખી દુનિયામાં ગાય અને ભૂંડ તેમાંથી ગાયને ખૂબ જ માન સન્માન મળતું હતું અને લોકો તેને પ્રેમથી રાખતા હતા.
એ જ જગ્યાએ ભૂંડ ને બધા લોકો ધિક્કારતા, આવું જ હોય ને ભૂંડ ને ખૂબ જ ખરાબ લાગ્યું એટલે તેને ગાય પાસે જઈને કહ્યું કે તમને બધા લોકો એકદમ પ્રેમથી રાખે છે. અને ભગવાનની જેમ પૂછે છે જ્યારે મને તો કોઈ ના ઘર પાસે જાવ તો પણ બધા લોકો લાકડી મારીને ભગાડી મૂકે છે.