પ્રુથ્વી એ એક જ એવી જગ્યા છે જ્યાં જીવન શક્ય છે જો કે બીજા ગ્રહો પર રીસર્ચ ચાલે છે અને ટુંક સમયમાં કદાચ ત્યાં પણ જીવન શક્ય થશે અને ઘણા વૈજ્ઞાનીકો તો કહે પણ છે કે અમુક ગ્ર્હો પર જીવન શક્ય છે.! આપણે પ્રુથ્વી પર રહીએ તો છીએ પરંતુ એની ઘણી બધી હકીકતો થી અજાણ છીએ! અને આજે હું તમને એવી જ થોડીક હકીકતો જણાવાનો છુ.
1. પ્રુથ્વીની ઉંમરઃ
પ્રુથ્વી ની ઉંમર 454 કરોડ વર્ષ છે. હવે તમારા મનમાં એક જ સવાલ ઉદ્ભવ્યો હશે કે આ ઉંમર વૈજ્ઞાનિકોએ કેવી રીતે નક્કી કરી હશે? આ ઉંમર રેડીઓમેટીક ડેટીંગ ટેકનિકથી આપવામાં આવેલી છે. આ એક એવી ટેકનિક છે જેમાં વૈજ્ઞાનિક ગમે તે પથ્થરની અથવા કાર્બનની ઉંમર કહી શકે છે. આથી જે જૂનામાં જૂનો પથ્થર મળી આવ્યો છે એ ૪૯૪ કરોડ વર્ષ જુનો છે. આથી કહી શકાય કે પૃથ્વી એટલે કે પ્રુથ્વી ૪૯૪ કરોડ વર્ષ જૂની છે.
2. પ્રુથ્વીનું તાપમાન:
આમ જોવા જઈએ તો પ્રુથ્વીનું એવરેજ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ પ્રુથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ તાપમાન ફરતું રહે છે. ૧૦ જુલાઇ ૧૯૧૩ ના દિવસે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલા ડેથવેલી પર આજ સુધીનુ સૌથી વધારે તાપમાન નોંધાયું છે. જે 56.7° સેલ્સિયસ જેટલું હતું અને આ જ રીતે લઘુતમ તાપમાન ગણીએ તો એ -89.2° સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે 21 July ઓગણીસો અઠ્યાસીનાં દિવસે રશિયામાં નોંધાયો હતો.
3. પહેલા પ્રુથ્વી ને આખા બ્રહ્માંડ નું સેન્ટર માનવામાં આવતી હતી!
પહેલાના વૈજ્ઞાનિકો એવુ વિચારતા હતા કે પૃથ્વી બ્રહ્માંડ માં સૌથી વચ્ચે છે અને સૂર્ય સહિત બધા ગ્રહો તેની આજુબાજુ ફરે છે. અને આ મોડલને જીઓસેન્ટ્રીક મોડેલ કહેવામાં આવે છે કે જે તમને ભણવામાં આવ્યું હશે. નિકોલસ કોપરનિકસ નામના વૈજ્ઞાનિકે આ મોડલને ખોટું સાબીત કરીને હેલીઓસેન્ટ્રીક મોડેલ બહાર પાડ્યું. આ મોડલ મુજબ સૂર્ય પૃથ્વીની ફરતે નથી ફરતો પરંતુ પૃથ્વી એ સૂર્યની ચારે બાજુ ઘૂમે છે અને આપણને ભણવામાં પણ આવતું કે જીઓમોડલ ખોટું છે અને હેલિયોસેન્ટ્રીક સાચું મોડલ છે.
4. પૃથ્વીની ફરવાની ગતી ધીમે ધીમે ઓછી થતી જાય છે!
પ્રુથ્વી ની ફરવાની ગતી દર હજાર વર્ષે ૧૭ મિલિસેકન્ડ જેટલી ઓછી થતી જાય છે. હવે તમને એક સવાલ ઉદ્દભવશે કે આ સ્પીડ ઓછી શા માટે થતી જાય છે? ચંદ્ર પૃથ્વીથી 3.78 સેન્ટીમીટર જેટલો દર વર્ષે દૂર થતો જાય છે. અને આથી જ પૃથ્વીની ફરવાની ગતી ઘટતી જાય છે. પૃથ્વી ચંદ્રથી જેટલી જ દૂર જાય એટલે એની સ્પીડ ઓછી થતી જાય છે. હવે તમને આમાં કંઇ આશ્ચર્ય નહી લાગે કારણકે માત્ર 3.78 સેન્ટીમીટર જેટલું અંતર દર વર્ષે ઘટતું હોવાથી વધતું હોવાથી! પરંતુ એક આની પાછળનું એવું પણ તારણ છે કે પૃથ્વીની શરૂઆતમાં ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હતો અને માટે આખો દિવસ માત્ર છ સાત કલાકનો જ રહ્યા કરતો પરંતુ આજે એટલે કે સાડા ચારસો કરોડ વર્ષો પછી ચંદ્ર પૃથ્વીથી દુર જતો રહ્યો અને પૃથ્વી ધીમે-ધીમે ફરવા માંડી તે માટે આજે હર એક દિવસ ૨૪ કલાકનો હોય છે. અને આ જ રીતે ગણતરી કરતા ૧૪ કરોડ વર્ષ પછી પૃથ્વી પર એક દિવસનો સમય ગાળો ૨૪ કલાકના બદલે પચીસ કલાક થઈ જશે!