દુકાનમાં કામ કરી રહેલા કારીગરને ચપ્પલ તોડવા માટે કહ્યું, તેને પૂછ્યું તમે જાણી જોઈને કેમ ચપ્પલ તોડાવો છો? ત્યારે તેના શેઠે એવો જવાબ આપ્યો કે તેના આંખમાંથી…

ચંદુ એ બીજા દિવસે શેઠ ને પૂછી જ લીધું કે તમે ચપ્પલ તોડાવી અને રિપેર કરાવો છો અને ચનાભાઈ ને બમણા રૂપિયા આપો છો તમારી આ વાત મને સમજાતી નથી ત્યારે ગિરધરભાઈ એ ચંદુ ને કહ્યું કે ચનાભાઈ ના ઘર માં બીજું કોઈ કમાવવા વાળું નથી.

અને આટલી મોટી ઉંમરે પણ તેને કમાવવું પડે છે વૃદ્ધ હોવાના લીધે તેનાથી કામ પણ ઓછું થાય અને તેની પાસે વધુ ગ્રાહકો પણ આવતા નથી અને સૌથી વધુ અગત્ય ની વાત તો એ છે કે તેને મહેનત કર્યા વિના મળતા રૂપિયા કે મદદ જોઈતા નથી.

એટલે હું મારા ચપ્પલ બે ત્રણ દિવસે તોડાવી અને રિપેર કરાવું છું અને બમણા રૂપિયા આપું છું. જેથી કરીને તેનું સ્વાભિમાન જળવાઈ રહે અને મારી મદદ તેની પાસે કામ કરાવી ને બમણા રૂપિયા આપવાથી મને આનંદ થાય છે. અને તેને સંકોચ પણ ના રહે શેઠ ની વાત સાંભળી ને ચંદુ એ આકાશ સામે જોયું.

આકાશ તો એકદમ સાફ હતું પણ ચંદુ ની આંખો વરસી રહી હતી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.