દુકાનમાં કામ કરી રહેલા કારીગરને ચપ્પલ તોડવા માટે કહ્યું, તેને પૂછ્યું તમે જાણી જોઈને કેમ ચપ્પલ તોડાવો છો? ત્યારે તેના શેઠે એવો જવાબ આપ્યો કે તેના આંખમાંથી…

ગિરધરભાઈ ની કરિયાણા ની દુકાન હતી બહુ જૂની દુકાન હતી અને ગ્રાહકો ને સારી ગુણવતા વાળો માલ આપતા હોવાથી દુકાન ખુબ સારી ચાલતી હતી ગિરધરભાઈ ને જયારે પણ સમય મળે ત્યારે તેની દુકાન ની સામે ચપ્પલ રિપેર કરતા વૃદ્ધ ચનાભાઈ ની સામે નજર કરે.

પણ આખા દિવસ માં એક બે વ્યક્તિ તેની પાસે આવે અને ચપ્પલ રિપેર કરાવે અથવા તો બુટ પાલીસ કરાવે. ગિરધરભાઈ પણ વિચારતા હતા કે ચનાભાઈ નો ખર્ચ કેમ કરી ને ચાલતો હશે સાંજ પડ્યે માંડ માંડ પચાસેક રૂપિયા મળતા હશે.

ગિરધરભાઈ એ એક બે વખત ચનાભાઈ ની મદદ માટે રૂપિયા આપવાની કોશિશ કરી પણ સ્વાભિમાની ચનાભાઈ ને દાન કે ધર્માદા ના રૂપિયા લેવાના બદલે પોતે જાત મહેનત કરી ને જે મળે તેમાં રાજી રહેવા માં આનંદ હતો. ગિરધરભાઈ પોતાના ચપ્પલ દર બે ત્રણ દિવસે રિપેર કરાવતા.

અને ચનાભાઈ ને બમણા રૂપિયા આપતા આવું એકાદ મહિના થી ચાલતું હતું. એક દિવસ ચનાભાઈ ગિરધરભાઈ પાસે આવી ને કહે છે કે શેઠ આ તમારા ચપ્પલ હવે બે ત્રણ મહિના સુધી વાંધો નહિ આવે એવા મજબૂત કરી દીધા છે.

ગિરધરભાઈ એ તો બીજા દિવસે જ દુકાન ના કારીગર ચંદુ ને કામે લગાવી દીધો કે તું જયારે નવરો થઇ જ એટલે તારે આ ચપ્પલ તોડવા માટે બેસી જવાનું ચંદુ ને તો નવાઈ લાગી કે ચપ્પલ તૂટી જાય, ત્યારે હું રિપેર માં તો દેવા માટે જતો. પણ હવે તો ચપ્પલ મારે તોડવાના અને પછી ચનાભાઈ ને રિપેર માં પણ મારે જ દેવા જવાનું ચંદુ કઈ સમજી શક્યો નહિ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel