મારું ધ્યાન હજુ પણ ત્યાં જ હતું મેં ફરી પાછું કહ્યું અરે ભાઈ તને જ કહી રહ્યો છું, આ લીંબુ મરચા ન ખાઈશ નહીં તો શું થશે તે ખબર છે? જો કંઈ બીજું થયું તો ખબર છે શું થાય, આ વસ્તુ શું છે તેનું તને ભાન છે?
જે છોકરો લીંબુ મરચા લઈને આવ્યો હતો તેને ફરી પાછું મારી સામે જોયું અને કહ્યું સાહેબ મને ખબર છે આ વસ્તુ શું છે, આ વસ્તુથી વરગાળ લાગી શકે છે. પરંતુ સાહેબ મારે તમને એક સવાલ પૂછવો છે.
મેં કહ્યું પૂછને અને તને ખબર છે તો શું કામ ખાઈ રહ્યો છે?
તે બાળકે મારો જવાબ આપતા આપતા અને પોતાને કપડાની હાલતને દેખાડતા દેખાડતાં કહ્યું સાહેબ જે લોકોને ગરીબી લાગી ચૂકી હોય ને અને ભૂખ લાગી ચૂકી હોય તેને આવા કાળા ધોળા થી શું ફેર પડવાનો?
બે ક્ષણ માટે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું એ સમજ જ ન રહી કે એ બાળકના સવાલનો હું શું જવાબ આપું… મારું પણ જમવાનું પૂરું થવા આવ્યું હતું અને બાળકો પણ જમી ચૂક્યા હતા.
મેં તેઓને પૂછ્યું સોડા પીવી છો તમારે? બંને બાળકો એ હા પાડી તરત જ બાજુમાં રહેલી એક સોડા ની દુકાન માં ગયા અને અમે ત્રણે લોકોએ સોડા પીધી. સોડા પીધા પછી જાણે વર્ષો પછી સોડા ના શોખીને સોડા પીધી હોય અને તે રાજી થાય તેવા જ બંને બાળકો રાજી થઈ ગયા.
સોડા પી ને અમે બધા છુટા પડ્યા, હું જમ્યા પછી ક્યારેય સોડા નથી પીતો કે નથી કોઈ બીજો ખર્ચો કરતો કારણકે જરૂરિયાત વગર નો ખર્ચો કરી શકું એવી આવક હું નથી ધરાવતો, તેમ છતાં આજે કરેલો આ સોડા નો ખર્ચો જાણે મને અંદરથી ખુશી ની અનુભૂતિ કરાવી રહ્યો હતો.
અહીં સમજવાની વાત માત્ર એટલી જ છે કે આપણે જ્યારે પણ આપણા જીવનને ખરાબ કહીએ છીએ ત્યારે એવું પણ વિચારી શકાય કે આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે આપણાથી પણ અત્યંત ખરાબ જીવન જીવી રહ્યા છે તેમ છતાંય તે લોકો પોતાની દુનિયામાં મસ્તીથી ખુશી સાથે રહે છે તો આપણે શું કામ ઉદાસ થઈ એ…
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 5 માંથી રેટિંગ પણ આપજો.