દીકરાને 45 વર્ષ પહેલા બનેલી ઘટનાની ખબર પડી કે તરત જ તેના પિતા પાસે ગયો અને કહ્યું…

ચાલ હું કોઈને મોકલું છું એમ કરીને ફોન કાપી નાખ્યો.

ઓફિસમાંથી બહાર જઈને એક નોકર ને ઈશારો કરીને પોતાની પાસે બોલાવે છે અને કહે છે ભાઈ તમે ઘરે જાવ અને પપ્પાને હોસ્પિટલ લઈને ત્યાં જાઓ ત્યાં હું થોડીવારમાં હોસ્પિટલ પહોંચું છું.

નોકર ઘરે પહોંચે છે એટલી વારમાં તેના પિતાજી નું ઘણું લોહી વહી ચૂકયું હતું અને તેઓને તરત હોસ્પિટલ લઈ જવા પડે તેમ હતા. નોકરી જઈને પૂછ્યું કે કંઈ વાહન મંગાવ્યું છે ત્યારે વહુએ જવાબ આપ્યો મને તો એમ હતું કે તમે કંઈક લઈને આવશો, મેં કંઈ મંગાવ્યું નથી.

માથામાંથી લોહી વહી જવાને કારણે તેનાથી શબ્દ બોલાતા નહોતા. તરત જ નોકરી બાજુમાંથી કોઈને કહી ને રીક્ષા મંગાવી અને જેમતેમ કરીને રિક્ષામાં લઈને હોસ્પિટલમાં પહોંચ્યા.

હોસ્પિટલ પહોંચીને તેના શેઠ ની રાહ જોઈ રહ્યો હતો પરંતુ તે હજી ત્યાં પહોંચ્યા નહોતા એટલે શેઠ ને ફોન કરીને પૂછ્યું તો તેને કહ્યું ભાઈ તું પિતાજીને ડોક્ટર ને બતાવો હું થોડા સમયમાં પહોંચું છું ગાડીની ચાવી પણ નથી મળી રહી એટલે હું કોઈકને કહું છું મને ત્યાં મૂકી જાય.

આજ થી ૪૫ વર્ષ પહેલા જ્યારે દીકરાના પગમાંથી થોડું લોહી જોઈને દસ મિનિટ ના રસ્તામાં દીકરાને ખોળામાં લઇ ને જાણે એક શ્વાસે હોસ્પિટલે પહોંચી ગયા હોય તે રીતે એક બાપ એના દીકરાને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

અને આજે એનો જ દીકરો દોઢ કલાકથી પણ વધારે સમય લઇ ને પણ આવી ન શક્યો.

ડોક્ટરે પિતા નો ઈલાજ શરૂ કર્યો થોડા જ સમય પછી તેનો દીકરો પણ ત્યાં પહોંચી ગયો એટલે ડોક્ટરે પરિસ્થિતિથી વાકેફ કર્યા અને કહ્યું ભાઈ લોહી વધારે પડતું વહી ગયું છે એટલા માટે તમારા પિતાજીને અહીં દાખલ કરી દેવાની સલાહ આપીશ, અને થોડો આરામ ની પણ જરૂર રહેશે.

દીકરાએ કહ્યું અરે ડોક્ટર સાહેબ કંઈ નથી થયું તમે માત્ર ડ્રેસિંગ કરી આપો બેથી ચાર દિવસમાં તો સારું થઈ જશે ડોક્ટરે કહ્યું ભલે જેવી તમારી ઈચ્છા હું થોડી દવા લખી આપું છું થોડી મોંઘી દવા છે પરંતુ એ લેવાથી તમારા પિતાજીને જલ્દી આરામ મળશે.

દીકરાએ કહ્યું અરે ડોક્ટર સાહેબ તેઓને આમ પણ ક્યાંય જવાનું નથી હોતું એટલે જલ્દી આરામ મળે કે મોડો એ કંઈ ફેર પડતો નથી. પિતાજી અંદર હતા પરંતુ અચાનક જ પિતાજી ને મળ્યા વગર નોકરને કહ્યું ચાલો મારે જવું પડશે ત્યાં કસ્ટમર વધારે છે એટલા માટે મારી જરૂર પડશે. એમ કહીને દીકરો નીકળી ગયો.

પરંતુ સદનસીબે હોસ્પિટલના ડોક્ટર તેના પિતાજી ને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા અને વર્ષોથી ત્યાં જ હોસ્પિટલ ચલાવતા હતા. એટલે ડોક્ટર થી હવે રહેવાયું નહીં અને તેની નોકર સાથે વાતચીત સાંભળીને દીકરાને કહ્યું ભાઈ તને તો કદાચ આ વાતની ખબર પણ નહીં હોય પરંતુ અંદાજે 45 વર્ષ પહેલા આવું આવું બન્યું હતું એમ કહીને 45 વર્ષ પહેલા બનેલી ઘટના સંભળાવી.

દીકરાને આ સાંભળીને ખૂબ જ રડવું આવ્યું, અને અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યો. પિતાજીના પગ પકડીને માફી માંગી અને કહ્યું માફ કરી દો પપ્પા. એટલામાં જ તેના ફોનની રીંગ વાગી તેની પત્ની નો ફોન હતો તેને ફોનમાં કહ્યું તમે ક્યાં છો, પપ્પાને લઈને હોસ્પિટલે ગયા છે હવે અહીં લોહી વાળું બધું સાફ કર્યું પરંતુ સોફામાં ડાઘ પડી ગયો છે તે જતો નથી હવે હું શું કરું.

ત્યારે દીકરાએ જવાબ આપતા કહ્યું કાંઈ વાંધો નહીં સોફો બગડી ગયો હોય તો એ આપણે નવો લઈ આવશો અત્યારે તું તેમાં નવી પથારી કરી આપ હું પપ્પાને લઈને આવી રહ્યો છું, ફોનમાં તેની પત્ની સાથે કરેલી આ વાતને સાંભળીને તેના પિતા આવું થઈ ગયા અને આંખમાં ખુશીના આંસુ આવવા લાગ્યા.

જાણે તેને માથામાં વાગ્યા નો દુખાવો જ ભુલાઈ ગયો હોય એમ તરત જ ઊભા થઈને દીકરાને ભેટી પડ્યા, અને કહ્યું બસ હવે તો મને મૃત્યુ આવી જાય તો પણ મંજૂર છે.

આજના જમાનામાં ઘણી જગ્યાએ આજે પણ આવું થતું રહે છે, માતા-પિતા એકલતામાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે અને દીકરા દીકરીઓ સફળતા ને પૈસા ની પાછળ બધું ભૂલીને લાગી ગયા છે.

જો આ સ્ટોરી વિશે તમે કશું કહેવા માંગતા હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel