તેનો જવાબ રમાબેને એવો આપ્યો કે સાંભળી ને પતિ સજ્જડ થઇ ગયો, રમાબેને પાંચસો રૂપિયા નો હિસાબ મોઢા પર જ ગણાવી દીધો. અને કહ્યું કે ભાણીયા માટે એકસો પચાસ રૂપિયા ની કપડાની જોડ લીધી. ચાલીસ રૂપિયા નું ઢીંગલી નું રમકડું.
દીકરી-જમાઈ માટે પચાસ રૂપિયા ના પેંડા, સાઈઠ રૂપિયા આવવા જવાનું ભાડું, પચીસ રૂપિયા ની બંગડી, અને પચાસ રૂપિયા નો પટ્ટો જમાઈ માટે. અને પચાસ રૂપિયા મંદિર માં ભાણીયા ની માનતા ના ચડાવ્યા. અને બચેલા પંચોતેર રૂપિયા દીકરી ને હાથ માં આપ્યા. તેને જે જરૂર હોય જે લેવું હોય તે લઇ લેશે.
પતિ તો અવાચક થઇ ગયો, કે પાંચસો રૂપિયા માં કેટલું બધું આયોજન! અને મન માં અને મન માં વિચારવા લાગ્યો, આપણે પાંચસો માં એક પીઝો ખાઈ નાખીયે એટલે પાંચસો નું પૂરું…
જયારે રમાબેન પાંચસો રૂપિયા માં કેટલો બધો વહેવાર સાચવી ને આવ્યા! દીકરી જમાઈ અને ભાણીયા બધા પાંચસો માં ખુશ. જીવન જીવવા માટે કરવો પડતો ખર્ચ અને ખર્ચ કરવા માટે જીવતું જીવન આ બંને વચ્ચે નો ફરક આજે તેને સમજાઈ ગયો.
અત્યારે દિવાળી ના ત્યોહાર માં આપણા ઉપર નિર્ભર હોય તેવા, તથા તેની પાસે થી કંઈક વસ્તુ ની ખરીદી કરવાથી તેને થોડો પણ આર્થિક ટેકો મળે તેવા નાના લોકો નું ખાસ ધ્યાન રાખો. તે લોકો આપણી પાસે થી મહેનત કરી ને પૈસા માંગે છે.
આપણી પાસે ભીખ નથી માંગતા, કદાચ તેવા લોકો પાસે થી વસ્તુ ખરીદ કરવાથી આપણને થોડી મોંઘી પણ પડતી હોય, આપણને પોષાતી હોઈ તો જરૂર થી સહકાર આપશો. કારણ કે તેને પૈસા કમાઈ ને બીજું કોઈ આયોજન કરવાનું નથી. તેને તો તેના રોટલા માટે કમાવવું પડે છે.
તેની જિંદગી માં આપણા જેવા જલસા ને કોઈ સ્થાન નથી ભગવાને આપણને આપ્યું હોઈ તો કોઈ નાના માણસ ને કામ આવે એવો વિચાર રાખશોજી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.