દિવાળી ઉપર કામવાળીએ બોનસ માંગ્યું, દિવાળી પછી તેને પૂછ્યું કે આ રુપિયાનું શું કર્યું તો એવો જવાબ આપ્યો કે શેઠાણી અને શેઠ પણ…

સવારમાં લગભગ ઘડિયાળમાં નવ વાગ્યાનો સમય હતો. પત્ની પતિ પાસે આવી, આવીને કહ્યું આજે કપડાં ધોવા વાળા રમાબેન નથી આવવાના તો વધારે કપડાં ધોવા માટે ન કાઢશો.

પતિ એ કહ્યું કે હા તમારા કામવાળા ના લાડ તો તમારા થી પણ વધારે છે, અત્યારે દિવાળી ટાઇમે રાજા રાખવાની શું જરૂર છે? તમે લોકો એ ખોટે ખોટા ચડાવ્યા છે, પગાર પૂરો જોઈ છે, અને કામ કરવામાં આનાકાની કરવી છે.

હું જોવું છું દરેક મહિના માં પાંચ છ દિવસ તો ગમે તે બહાના કાઢી ને રજા પડી જ હોય છે, તેની પત્ની એ કહ્યું કે બે દિવસ ની રજા પડશે. તેની દીકરી ને ત્યાં જવાના છે. અને તેને પાંચસો રૂપિયા ઉપાડ ના માગ્યા છે, જે બોનસ માં ગણાઈ જશે, તો તેને આપી દઉં ને?

પતિ એ કહ્યું કે બાર મહિના માં જેટલી રજા રાખે છે. તેમાં એક મહીના નો પગાર એમ ને એમ ચાલ્યો જાય છે, હવે બોનસ શેનું આપવાનું? પત્ની એ કહ્યું બિચારી ગરીબ છે અને તેની દીકરી ના ઘરે જાય છે તો થોડા રૂપિયા ની જરૂર હોય તો આપણી પાસે માંગે અને આપણે નહિ આપીયે તો બીજું કોણ આપશે?

તેને દીકરી ના ઘર માં દિવાળી માટે કંઈક વસ્તુ ખરીદી ને લઇ જવી હશે, અને તમે ના કહેતા હોય તો આપણે આજે પીઝા નો પ્રોગ્રામ બંધ રાખીને હું ઘરે જ રસોઈ બનાવી નાખીશ. અને એ પાંચસો રૂપિયા તેને આપી દઉં?

આમેય મેંદાના લોંદા જેવા આઠ ટુકડા ના પાંચસો રૂપિયા દઈ દેવા એના કરતા આપણે ઘરે કંઈક બનાવી નાખીશું. રમાબેન ને આપો તેને બહુ કામ લાગશે, ત્યારે પતિ એ કહ્યું કે વાહ તારા કામવાળા!!!

અમારા મોઢા માંથી પીઝા છીનવીને તારે કામવાળા ને દેવા છે? પત્ની એ મોઢું હલાવી ને હા પડી કે હા મારે દેવા છે, પછી પતિ કશું બોલ્યો નહિ અને ચૂપ થઇ ગયો.

બે દિવસ ની રજા પછી રમાબેન પાછા કામ પર આવે છે, તેના પતિ એ રમાબેન ને પૂછ્યું શું કરે છે, તમારી દીકરી? બે દિવસ રોકાઈ ને આવ્યા તો મજા આવી હશે ને? ત્યારે રમાબેને કહ્યું કે હા હો સાહેબ, મારી દીકરી ના ઘરે જઈ આવી. અને બે દિવસ રોકાઈ આવી.

મને અને મારા દીકરી જમાઈ અને ભાણીયા ને બધા ને ખુબજ મજા આવી, હવે વચ્ચે ટાઈમ મળે તો ઠીક છે. નહીંતર આવતી દિવાળી એ બીજી વખત જઈશ, ત્યારે પતિ એ કહ્યું કે તમે પાંચસો રૂપિયા નો ઉપાડ કરી ગયા હતા. તેનું શું કર્યું?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel