નિશિત બે ત્રણ કાર કંપની માં ગયો અને બધી જગ્યાએથી જુની મોટર ની કિંમત જાણી ને તે પાછો ઘરે આવ્યો. આવીને તેના પિતાને કહ્યું કે લગભગ બધી કંપનીઓ આ મોટર ના 50000 રૂપિયા બાદ કરવા માટે તૈયાર છે.
નિશિત ના પિતાએ કહ્યું કે કંઈ વાંધો નહીં હું તને ઉપરના પૈસા આપીશ પરંતુ તું હજી એક વખત ભંગારવાળા પાસે જઈ આવ અને ત્યાં પણ આપણી આજુ ની મોટર ના કેટલા રૂપિયા આપશે તે જાણી લે.
નિશિત ત્યાં પણ જઈ આવ્યો અને ત્યાંથી આવીને પિતાને કહ્યું કે ત્યાં તો મને માત્ર દસ હજાર રૂપિયા જ આપવા માટે કહ્યું.
નિશિત ના પિતાએ તેને કહ્યું કે હું તને હવે છેલ્લો ધક્કો ખવડાવવા માંગું છું તો આ મોટર ને લઈને એક એડ્રેસ આપું છું ત્યાં જઈ આવે, એ લોકો આ મોટર ના કેટલા રૂપિયા આપવા માટે તૈયાર છે એ તપાસ કરીને ફરી પાછો ઘરે આવજે.
નિશ્ચિત ને થોડો કંટાળો આવ્યો કે આ પિતા તેની પાસે શું કરાવી રહ્યા છે પરંતુ તેમ છતાં તે પિતાએ આપેલા સરનામા ઉપર ગયો, તે કોઈ કાર ની કંપની કે ભંગાર વાળા નું દુકાન નહીં પરંતુ એન્ટિક મોટર નો વેપાર કરનારાની દુકાન હતી. આ મોટર જઈને નિશી તે બતાવી એટલે તે ભાઈએ તેની કિંમત કહી.
નિશિત ઘરે આવ્યો અને ઉત્સાહ સાથે પિતાજીને કહેવા લાગ્યો કે અરે તમે જે સરનામું આપ્યું હતું તે જગ્યાએ મને તે ભાઈ આ જ મોટરના 50 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે, અને થોડા જ સમય ઊભો રહ્યો એટલામાં ત્યાં બે-ત્રણ ગ્રાહક લેવા માટે તૈયાર પણ થઈ ગયા.
નિશિત ના પિતા એ હવે તેને કહ્યું કે મેં તને આ વાત સમજવા માટે જ ત્રણ જગ્યા પર મોકલ્યો હતો, હવે નક્કી તારે કરવાનું છે કે તારે કઈ જગ્યાએ નોકરી કરવી છે. સફળતા એ તારા ભણતરથી અથવા તારી મહેનતથી નથી મળતી, સાથે સાથે એ પરિબળ પણ કામ કરે છે કે તું કહેવા લોકો સાથે કામ કરી રહ્યો છે.
તને તારા કામ માં કેટલું માન-સન્માન મળશે એ માટે તારે મહેનત તો કરવાની જ છે, પરંતુ એ મહેનત તો ખોટી જગ્યાએ કરીશ તો તારી કિંમત થશે નહીં. પરંતુ સાચી જગ્યાએ કરેલી મહેનત થી તને લોકો માન-સન્માન પણ આપશે અને સાથે સાથે તારી કિંમત પણ થશે.
નિશિત નો સ્ટ્રેસ જાણે અડધા દિવસમાં ગાયબ થઈ ગયો, બીજા દિવસે ફરી પાછી એ જ ઊર્જા સાથે તે કંપનીમાં ગયો પરંતુ કામ કરવા માટે નહીં ત્યાં નોકરી મુકવા માટે, થોડા સમય પછી તે બીજી નોકરી પર લાગી ગયો. અને સ્ટ્રેસ કઈ રીતે મેનેજ કરવો તે પણ તેને સમજાઈ ગયું હતું.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.