વાતોમાંથી બીજી વાત નીકળતા રાજની મામીએ તેને કહ્યું તારા દાદા ને વર્ષો પછી મળ્યો તો કેવું લાગ્યું?
દાદા? આ શબ્દ વર્ષો પછી રાજે સાંભળ્યો. તેના પિતાએ કોઈ દિવસ દાદાનો ઉલ્લેખ નહોતો કર્યો. ઘણી વખત રાજ તેના પિતાને દાદા વિશે પૂછતો પરંતુ કોઈને કોઈ વાતો કરીને તેના પિતા આ સવાલ નો જવાબ આપવાનું ટાળી દેતા.
રાજે તરત જ તેના મામી ને કહ્યું, મારે દાદા ને મળવાનું જ બાકી છે? શું તમે જાણો છો એ કઈ જગ્યાએ રહે છે? તેના મામીએ તેને એડ્રેસ આપ્યું પરંતુ સાથે સાથે કહ્યું કે વર્ષો પહેલાં ત્યાં રહેતા હતા, અત્યારે તો ખબર નથી.
રાજ તેના દાદાનું નામ પણ નહોતો જાણતો, તેના મામી ને પૂછ્યું તો તેને કહ્યું કે તેને આસપાસ બધા ધીરજલાલ શેઠ તરીકે જ ઓળખતા અને ખુબ જ માન-સન્માન મળતું.
તરત જ મામી ના ઘરે જમીને નીકળી પડ્યો રાજ તેના દાદા ની શોધ માટે, એડ્રેસ આપ્યું હતું ત્યાં આજુબાજુમાં ઘણા લોકોને પૂછ્યું કે ધીરજલાલ શેઠ અહીં ક્યાં રહે છે? ઘણા લોકો તો નવા આવ્યા હોય ઓળખતા પણ નહોતા.
અંતે એક દુકાનમાં કોઈ એક વૃદ્ધ માણસ બેઠું હતું ત્યાં જઈને રાજ એ પૂછ્યું કે તમે આ વ્યક્તિ ને ઓળખો છો ત્યારે તે વ્યક્તિ રાજની સામું એક નજરે જોતા જ રહ્યા. પછી પૂછ્યું કોણ છો ભાઈ? વર્ષો પછી તેને કોઇ મળવા આવ્યું છે?
રાજ એ કહ્યું કે હું તેનો દૂરનો સંબંધી છું, તમે ઓળખો છો ધીરજલાલ ને? તે વૃદ્ધ માણસ ભાવુક થઈ ગયા અને કહ્યું કે ઓળખો છો નહીં બેટા હું વર્ષોથી તેની સાથે જ મોટો થયો છું.
અમે બંને વર્ષો જુના ભાઈબંધ છીએ. રાજે તેના દાદા વિશે વધુ જાણવાની કોશિશ કરી ત્યારે દુકાન માં બેઠેલા વૃદ્ધ માણસ એ કહ્યું કે ધીરજલાલ શેઠ ખુબ જ પ્રતિષ્ઠિત વેપારી હતા. પરંતુ તેના દીકરા હરેશને વિદેશ જવા માટે ઘણો મોટો ખર્ચો કર્યો દીકરાએ વાયદો કર્યો હતો કે તે વિદેશ તેના માતા-પિતાને લઈ જશે પરંતુ વર્ષો પછી આજે પણ કોઈ નથી આવ્યું. અને એ બિચારો ડોસો અને ડોશી બંને ઝૂંપડી જેવા ઘરમાં રહે છે.
દરરોજ ટિફિન પણ આવી જાય છે અને તેના જીવન જરૂરિયાત ની વસ્તુ જોઈતી હોય તો મારી પાસેથી લઈ જાય છે. તે માણસને રાજ એ કહ્યું કે હું તેને મળવા જાઉં છું તમારે આવવું છે?
ત્યારે તે માણસે કહ્યું કે હું રાતે ત્યાં જ હોઉં છું અત્યારે હું દુકાન એકલી મૂકીને નહીં નીકળી શકું તમે મળી આવો. તરત જ જણાવેલ આ એડ્રેસ ઉપર રાજ પહોંચી ગયો. અત્યંત સામાન્ય ઘર. ઘરની સ્થિતિ કલર બધું જૂનું, આગળ ફળિયામાં એક બાઈક પડ્યું હતું જે કદાચ તેના દાદાજી જુવાનીમાં ચલાવતા હશે.
એ બાઇકને પણ જાણે વર્ષો જૂની ધૂળ લાગી ચૂકી હતી, વર્ષો પછી પહેલી વખત આજે રાજ ને ખબર પડી કે તેના દાદા અને દાદી જીવતા છે અને ભારતમાં રહે છે. દાદા દાદી ને મળીને કહ્યું કે પોતે કોણ છે અને તેના પગે પડી ગયો. દાદા દાદી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. વર્ષો પછી દીકરો તો ન આવ્યો પરંતુ દીકરાનો દીકરો તેને મળવા માટે આવ્યો.
તરત જ રાજ એ કહ્યું કે ચલો દાદા-દાદી હું તમને મારી સાથે વિદેશ લઈ જાઉં છું. હવે ત્યાં જ રહીશું. પરંતુ દાદા-દાદી આ વર્ષો જૂનું ઘર છોડવા નહોતા માંગતા અને ત્યાં જ રહેવા માંગતા હતા.
તરત જ રાજ એ કહ્યું કે ભલે તમે ન આવી શકો પરંતુ હું રહેવા આવી જઈશ. એમ કહીને બોસ પાસેથી કાયમ માટે ભારત રહેવાની આજીજી કરી અને તેને નોકરી પણ મળી ગઈ.
દાદા દાદી ને કહ્યું કે મારે થોડા સમય માટે વિદેશ જવું પડશે ફરી પાછો હું અહીંયા તમારી સાથે રહેવા આવી જઈશ. વિદેશ જઈને તરત જ બોસ ને આજીજી કરી તેમ જ એક વખત તો એવું પણ કહી દીધું કે તમે મને ઓછો પગાર આપશો તોપણ ચાલશે પરંતુ મારે ભારત જવું છે. એટલે તરત જ તેને ભારતનું ટ્રાન્સફર મળી ગયું.
અને આખરે તે ભારત રહેવા જતો રહ્યો, તેના પિતાને હજુ આના વિષે કંઈ જ ખબર નહોતી. વર્ષો પહેલા તેના પિતાએ જે ઋણ નહોતું ચૂકવ્યું કદાચ એ ઋણ ચૂકવવા માટે તે પોતે આવી ગયો. દાદા દાદી પણ તેને નજર સામે જોઈને અત્યંત રાજી થતા.
થોડા જ મહિનાઓમાં દાદા અને દાદીની તબિયતમાં પણ ઘણો સુધારો આવી ગયો અને પહેલાથી પણ વધારે સારી રીતે બંને લોકો તેના પૌત્ર સાથે રહેવા લાગ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.