દીકરો બહાર જઈ રહ્યો હતો ત્યારે પિતાએ પૈસા માંગ્યા, તો દીકરાની પત્નીએ તેના પતિના હાથમાંથી પાકીટ લઈ લીધું અનેને કહ્યું…

શીતલ નું આવું વર્તન રુદ્ર પહેલી વખત જોઈ રહ્યો હતો તેના પિતાને પૈસા આપી રહ્યો હતો અને તેની પત્નીએ પર્સ લઈ લીધું એટલે રુદ્ર કશું બોલી ન શક્યો, પરંતુ મનોમન વિચાર કરવા લાગ્યો કે અમારા લગ્નને એક વર્ષ થઈ ગયું હું શીતલ ને પણ એક વર્ષ કરતાં પણ વધારે સમયથી ઓળખું છું, શું મારી ઓળખવામાં ભૂલ થઈ ગઈ શીતલ આ શું કરી રહી છે? એમ એક પછી એક અનેક સવાલો તેના મનમાં વહેતા થઇ ગયા…

પરંતુ બીજી જ ક્ષણે શીતલ એ તે પર્સમાંથી બધા રૂપિયા બહાર કાઢી લીધા અને માત્ર પાંચસો રૂપિયા જ પર્સમાં રાખી ને બાકીના બધા રૂપિયા રુદ્રના પિતાને આપી દીધા અને કહ્યું આ લો પપ્પા, આ રૂપિયા તમારી પાસે રાખો.

પછી રુદ્ર કંઈપણ બોલે તે પહેલાં જ શીતલે તેને કહ્યું પપ્પાને તમારી પાસેથી રૂપિયા માંગવા પડે એ જ ખોટું થયું, તમને કેમ સામેથી યાદ ન આવ્યું? રુદ્રના મનમાં જે સવાલ એક પછી એક ચાલી રહ્યા હતા તેનો જવાબ તરત જ તેને મળી ગયો. એક બાજુ તેને પોતાની પસંદગી ઉપર ગર્વ થતો હતો એટલા માટે કારણ કે શીતલ એ આવું કર્યું અને બીજી બાજુ તેને પિતા ને પૈસા આપવાનું યાદ જ ન આવ્યું એના માટે થોડો રંજ પણ હતો.

પછી તેને પિતાને કહ્યું પપ્પા આ બધા રૂપિયા તમે રાખો, પિતાએ આ રૂપિયા જોઈને કહ્યું મારે આટલા બધા નું કશું કામ નથી, હું આટલા રૂપિયા નું શું કરીશ? એટલે હવે રુદ્ર થોડો ગેલમાં આવી ગયો અને કહ્યું અરે કેટલા દિવસથી તમે અને મમ્મી બહાર કશે ફરવા નથી ગયા, તો હરો ફરો અને આનંદ કરો. હવે મારે મોડું થાય છે હું જઈ રહ્યો છું. ચાલો હું જાઉં છું એમ કહીને પિતાને અને માતાને પગે લાગીને બંને જણા નીકળી ગયા.

રુદ્રના પિતા રુદ્ર ને તો પહેલેથી જ ઓળખતા હતા પરંતુ તેની વહુ નું આ વર્તન જોઈને રુદ્રના માતા-પિતા બંને રાજી થઈ ગયા અને રુદ્ર ના પિતા ના આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. કારણકે કોઈપણ માતા-પિતાની જે ઇચ્છા હોય કે તેઓના સંતાનને સારું પાત્ર મળે અને પોતે માનસિક રીતે નિવૃત થઈ જાય, એ ઈચ્છા આજે પૂરી થયાનો સંપૂર્ણ સંતોષ વાળો અહેસાસ થયો હતો.

આપણી આજુબાજુમાં જ ઘણી એવી પત્નીઓ પણ હોય છે જે તેના પતિને તેના માતા-પિતાથી દૂર રાખવા માંગતી હોય છે અને અમુક આ શીતલ જેવી પણ પત્નીઓ હોય છે, જે પતિના માતાપિતા ને પણ પોતાના મા-બાપ જ સમજીને સાચવે છે. તેનું ધ્યાન રાખે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel