બસ આ શબ્દોની જાણે રાહ જોઈ રહ્યો હોય એમ તે છોકરો રડી પડ્યો, અને રડતા રડતા જણાવ્યું સાહેબ હું અહીં છેલ્લા ચાર દિવસથી પુસ્તક વેંચવા માટે આવું છું. હું 12 ધોરણ પાસ કરી ચુક્યો છું. મારા પિતા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને મેં હમણાં મેડિકલ માટે ફોર્મ ભર્યું હતું અને મેડીકલ કોલેજમાં એડમિશન મળી ચૂક્યું છે. અને સિલેક્શન પણ થઇ ચૂક્યું છે એમાં મારે થોડા રૂપિયાની જરૂર છે. મોટાભાગના રૂપિયા મારા પિતા પાસે પડ્યા છે પરંતુ એનાથી વધારે હવે મારી પાસે કે એની પાસે કશું નથી. એટલા માટે મારે આ ૧૦,૦૦૦ રૂપિયાની જરૂર છે.
અતુલભાઇ એ પૂછ્યું તારું નામ શું છે બેટા?
મયંક નામ છે મારુ…
ઠીક છે હું તને તારે જોઈએ છે એ દસ હજાર રૂપિયા આપું તો તું મને શું એ રૂપિયા પાછા આપી શકીશ? આ બધાં પુસ્તકોની તો કેટલી કિંમત મને લાગતી નથી… આ વખતે અતુલભાઇ થોડું હસતા હસતા પૂછી રહ્યા હતા
મયંકે જવાબ આપતા કહ્યું હું છેલ્લા ચાર દિવસથી અહીં આવું છું પરંતુ તમે પહેલા એવા માણસ જેને મને આટલા બધા સવાલ પૂછ્યા, મારા જીવનમાં બસ હવે બે જ રસ્તા છે. જો પૈસા મળી જાય તો મેડિકલમાં નહિતર પછી કોઈ પણ સાધારણ નોકરી વગેરે કરીને ચલાવી લઈશ. મયંક ના જવાબમાં તેના ભવિષ્યને લઈને ઘણી ચિંતા ચોખ્ખી દેખાઈ રહી હતી
અતુલભાઇ માટે એ સમયે 10000 રૂપિયા કોઈ મોટી રકમ નહોતી અને નાની રકમ પણ નહોતી કે ગમે તેને આપી દે પરંતુ ખબર નહીં કેમ તેનો જવાબ સાંભળીને તેના દિલમાં તેને પૈસા દેવાનું મન થઈ ગયું સાથે સાથે અંદરથી એવો પણ સ્વર નીકળ્યો કે તો અજાણ્યા ની મદદ શું કામ કરે છે. પરંતુ આખરે દિલની વાત સાંભળી લીધી અને તરત જ પોતાના ખિસ્સામાંથી ૧૦,૦૦૦ રૂપિયા કાઢીને મયંક ને આપી દીધા. પૈસા આપતા હતા તેને કહ્યું બેટા હું નથી જાણતો કે તારી વાતો માં અથવા તારી ડોક્ટર બનવાની ઈચ્છા માં કેટલો દમ છે પરંતુ મારુ દિલ કહે છે કે મારે તારી મદદ કરવી જોઈએ એટલા માટે હું આ કરી રહ્યો છું. મારે તારાથી થોડા વર્ષો નાની એક દીકરી છે હું એવું વિચારીને પૈસા આપું છું કે મેં મારી દીકરી માટે કોઈ રમકડું ખરીદી હોય આટલું કહીને તેને પૈસા આપ્યા.
મયંકના આંખમાં થી અશ્રુધારા વહેવા લાગી તે ભાવુક થઈ ગયો અને સાથે સાથે અત્યંત ઉત્સાહિત પણ હતો કારણ કે હવે મેડિકલમાં તેનું એડમિશન થઈ જાય તેમ હતું.
મયંકે બધા પુસ્તક અતુલભાઇ ને આપ્યા અને કહ્યું શું આ પુસ્તકોને તમારી ગાડીમાં રાખી દઉં? ત્યારે અતુલ ભાઈઓ બધા પુસ્તકો તેને પાછા આપી દીધા અને કહ્યું આ તને ભણવામાં કામ આવશે તો તારી પાસે જ રાખ અને આ મારું કાર્ડ છે જ્યારે પણ જરૂર હોય ત્યારે મને જણાવજે.
અતુલભાઇ ત્યાંથી ફરી પાછા આગળ ચાલવા જતા રહ્યા અને ચાલતા ચાલતા તેના મગજમાં માત્ર એ જ વાત ઘૂમી રહી હતી કે મેં તને પૈસા તો આપી દીધા છે પરંતુ હું કોઈને આ વાત કરીશ તો લોકો મને ઇમોશનલ ફૂલ એટલે કે મૂર્ખ માણસ તરીકે ઓળખાશે એટલે આ વાત તેને કોઈને ન કરી.
ધીમે ધીમે સમય વીતતો ગયો અને એક દિવસ તેની ઓફીસમાં બેઠા હતા ત્યારે તેની પાસે એક ચિઠ્ઠી આવીએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારું મેડિકલમાં એડમિશન થઈ ચૂક્યું છે ફરી એક વખત તમારો ખુબ ખુબ આભાર તમારો મયંક.
આ ચિઠ્ઠી જોઈને તેને એવું લાગ્યું કે ના પોતે મૂર્ખ નથી ખરેખર એ બાળક ની મદદ કરી છે જેથી એ છોકરો આજે મેડીકલમાં એડમીશન લઈ શક્યો. થોડા દિવસો પછી અચાનક તેને આ વાત યાદ આવી એટલે મયંક ને થોડા પૈસા મોકલ્યા અને થોડા દિવસ પછી ફરી પાછી તેની ચિઠ્ઠી આવી કોઈપણ ચિઠ્ઠી આવે તેમાં મયંક પરિવાર વિશે પૂછતો અને તેની દીકરી વિશે પણ અચૂક ચિઠ્ઠીમાં લખેલ હોય.
ધીમે ધીમે આ વાતને વર્ષો વીતતા ગયા, થોડા વર્ષો પછી ફરી પાછી એક ચિઠ્ઠી આવી જેમાં લખ્યું હતું કે હું હવે વધારે ભણવા માટે વિદેશ જઈ રહ્યો છું અને ત્યાં મને ભણવા માટેની સ્કોલરશીપ પણ મળી ચૂકી છે, સાથે સાથે ઘરના બધા લોકોને પ્રણામ કરે અને દિકરી વિશે પણ લખે જેને હવે તે નાની બહેન કહેવા લાગ્યો હતો.
કોઈપણ દિવસ અતુલભાઇ તેને રૂબરૂ મળવા નહોતા ગયા અથવા તેને પૂછ્યું પણ નહોતું કે તો સાચે વિદેશમાં ક્યાં જઈ રહ્યો છે. થોડા વર્ષો પછી ફરી પાછો મયંક નો પત્ર મળ્યો. આ ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે તે અમેરિકા સ્થાયી થઈ ચૂક્યો છે અને હવે લગ્ન કરી રહ્યો છે. ચિઠ્ઠી ની સાથે લગ્નની કંકોત્રી પણ હતી પરંતુ આ વખતે અતુલભાઇ ની દીકરી પણ મોટી થઈ ચૂકી હતી અને તેની પણ સગાઈ હતી એટલે તે લગ્નમાં ન જઈ શક્યા.
અતુલભાઇ ધામધૂમથી લગ્ન કરવા માંગતા હતા અને એના માટે પૈસા પણ વધારે જોઈએ એટલે તેઓ પૈસા માટે પણ વ્યવસ્થામાં હતા અને અચાનક જ મયંક ની ચીઠ્ઠી મળી અને તેનો આ ચેક આવ્યો.
ફરી પાછા તેઓ ફ્લેશબેક માંથી પાછા આવી ગયા અને સામે ચેક જોઈને ફરી પાછો તેને મયંક યાદ આવી ગયો અને મયંક ને પણ તેને દીકરીના લગ્નમાં આમંત્રણ આપ્યું.
શાદી ની તૈયારીઓ પૂરજોશમાં હતી લગ્નને હવે થોડા દિવસોની જ વાર હતી અતુલભાઇ અને તેની પત્ની બંને અત્યંત વ્યસ્ત હતા અને માત્ર ત્રણ દિવસની લગ્નમાં વાર હતી કે તરત જ ઘર આંગણે એક લક્ઝરી કાર આવીને ઊભી રહી.
અતુલભાઇ આશ્ચર્ય પામ્યા કે આવા સમયે કોણ આવ્યું હશે, તે ગાડીમાંથી એક યુવાન નીચે ઊતર્યો ત્યાર પછી એક સ્ત્રી હાથમાં બાળક સાથે નીચે ઉતરી. યુવાનને જોઈને અતુલભાઇ ને થયું કે આ ભાઈને ક્યાંક જોયા છે.
તરત જ તે બંને અતુલભાઇ પાસે આવ્યા અને અતુલભાઇ અને તેની પત્ની ને પગે લાગ્યા પછી કહ્યું સર હું મયંક. અમેરિકાથી મારી નાની બહેનના લગ્નમાં આવ્યો છું. તમારું આમંત્રણ પણ મળ્યુ હતું.
પત્ની આશ્ચર્ય સાથે મયંક ની સામે જોઈ રહી હતી કારણ કે મયંક વિષે માત્ર અતુલભાઇ ને જ ખબર હતી, અતુલભાઇ ઊભા થઈને ગરબા થી મયંક ને ભેટી પડ્યા. અતુલભાઇ ની દીકરી હજુ પણ શંકા માં હતી કે આ કોણ છે, પછી અતુલભાઇ અને મયંક એ બધી વાત પરિવારને કરી.
થોડા જ સમયમાં મયંક ફ્રેશ થઈને નીચે આવ્યો અને કહ્યું હવે લગ્નની જવાબદારી મારી એમ કહીને બધી વ્યવસ્થા વગેરે પોતાને સંભાળી લીધી. અને તેની નાની બહેન ના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા. થોડા દિવસોમાં લગ્ન પર પૂરા થઈ ગયા ને મયંક થોડા દિવસ રોકાઈ ને ફરી પાછો અમેરિકા જતો રહ્યો.
પરંતુ આ વખતે તેને એરપોર્ટ ઉપર મુકવા ગયા ત્યારે માત્ર અતુલભાઇ જ નહીં પરંતુ તેની પત્ની અને તેની દીકરી પણ ભાવુક થઈ ગયા. દીકરીના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા માં પડેલા અતુલભાઇ અચાનક ચેક પણ આવી ગયો અને લગ્ન પણ થઈ ગયા એ જોઈને અત્યંત ગર્વ અનુભવતા હતા અને ભગવાન ઉપર તેનો ભરોસો આજે વધુ મજબૂત થઈ ગયો હતો.
જો આ છોકરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે પણ આપશો.