દીકરીના પિતા થી રહેવાયું નહીં, તેના આંખમાંથી આંસુ નીકળી ગયા, જે વાતનો ડર હતો એ જ થશે એવું તેઓ વિચારવા લાગ્યા. તેમ છતાં સ્વસ્થ થઈને તેને કહ્યું કે હા જે હોય તે મને જણાવો મારાથી હું બનતી પૂરેપૂરી કોશિશ કરીશ.
ત્યારે દીકરીના પિતાનો હાથ દીકરી નાસાએ પોતાના હાથમાં લઇ અને કહ્યું કે તમે કન્યાદાનમાં દીકરીને કંઈ આપો કે ન આપો, અથવા થોડું આપો કે વધારે આપો એ બધું મને મંજુર છે. અમારે તમારા પાસે કશું માંગવાનું નથી.
પરંતુ હું એટલું જરુર કહેવા માંગીશ કે એક રૂપિયાનું પણ દેવું કરીને તમે દીકરી અથવા તેના ઘરના કોઈ સભ્યને કોઈ જ વસ્તુ ન આપતા, હા મને જરા પણ નહીં ગમે. કારણકે દીકરીને પરણાવીને દીકરીના પિતા દેવામાં ડૂબી જાય તે દીકરી જેને આપણે લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ તે લક્ષ્મી કરજ વાળી કહેવાય.
તેને પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે હું નથી ઇચ્છતો કે મારા ઘરમાં કર રજવાડી લક્ષ્મી આવે મારે તો મારા વેવાઈ ના ઘરમાં કરજ ના થાય તેવી દીકરી જોઈએ છે. દીકરીના પિતા જે ઘણા સમયથી ચિંતામાં હતા કે હવે શું થશે તેનું બધું ટેન્શન જાણે એક સેકન્ડમાં ગાયબ થઈ ગયું.
દીકરીના પિતા દિકરી ના સસરા ને ભેટી પડ્યા, દીકરીના ઘરમાં રહેલા બધા લોકો ના ચહેરા ઉપર જે ચિંતા દેખાઈ રહી હતી તે બધી ગાયબ થઈ ગઈ અને બધા લોકો આનંદમાં આવી ગયા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.