તે ઘરે આવી કે પિતા જાણે તેની રાહ જોતા હોય એ રીતે ઘરની બહાર જ ઉભા હતા. જાનકી આવી એટલે ઘરમાં જઈને પિતાએ દૂધનો ગ્લાસ જોયો બધું દૂધ તે ગ્લાસમાં એમનેમ જ ભર્યું હતું.
તેને દીકરી ને પૂછ્યું દૂધ ઢોળાયું તો નથી ને એટલે દીકરી એ જવાબ આપતા કહ્યું ના પપ્પા જરા પણ નથી ઢોળાયું.
હવે તેના પિતા એ જાનકી ને એક પછી એક એમ ત્રણ સવાલ પૂછ્યા…
પહેલો સવાલ તેણે પૂછ્યો શું તે કોઈને ફોન પર વ્યસ્ત જોયા?
બીજો સવાલ તેણે પૂછ્યું શું તને કોઈ વાતો કરતા દેખાયું?
અને ત્રીજો સવાલ પૂછ્યો શું તે કોઈને એકબીજાની બુરાઈ કરતાં જોયા?
આ ત્રણેય સવાલ સાંભળીને જાનકી એ તેના પિતાને જવાબ આપતા કહ્યું પપ્પા મને કોઈ કેવી રીતે દેખાય? મારુ તો સંપૂર્ણપણે ધ્યાન આ ગ્લાસ પર હતું કારણકે તમે કહ્યા મુજબ દૂધનું એક પણ ટીપું છલકે નહીં.
પિતા ફરી પાછું થોડું હસ્યા બસ હું તને આ જ સમજાવવા માગું છું. એમ કહીને પોતાની વાત આગળ વધારતાં કહ્યું જ્યારે પણ તું મંદિર જાય છે ત્યારે તારે ત્યાં પણ આવું જ કરવું જોઈએ, જ્યારે પણ મંદિર જઈએ ત્યારે આપણું ધ્યાન માત્ર ભગવાન પ્રત્યે જ રાખવું જોઈએ અને ભગવાન સાથે વાર્તાલાપ કરવાનો અથવા તેની સાથે જોડાઈ જવાનો આ જ રસ્તો છે.
જાનકી તરત જ બધું સમજી ગઈ અને પિતાને કહ્યું હું કાલથી દરરોજ મંદિર જઈશ પરંતુ તમે શીખવ્યું એ પ્રમાણે… બીજામાં જરા પણ ધ્યાન નહીં દઉં… એમ કહીને જાનકી અને તેના પિતા બંને હસવા લાગ્યા.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૫ ની વચ્ચે રેટિંગ પણ આપજો.