આજે સવારથી કામે આવ્યા ત્યારથી તમે ખૂબ ચિંતા કરો છો શું થયું છે આખરે? તેના પિતા ની ઓફિસમાં તેના સહ કર્મચારીઓ એ તેના પિતાને આવું છું પિતાએ આખી વાત કરી પરંતુ પિતા તેના સહકર્મચારીઓને વાત કરી રહ્યા હતા અને હજુ પોતાની વાત પૂરી કરે ત્યાં અચાનક તેમને માનસિક તણાવ ખૂબ વધી ગયો અને હૃદયનો હુમલો આવી ગયો, તરત જ તેને બધા સહકર્મચારીઓ ભેગા થઈને હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ ડોક્ટરે પણ કહ્યું કે મોડું થઈ ગયું. હૃદયનો હુમલો આવી ગયો છે.
સાંજે ઘરે મોપેડ પહોંચવાનું હતું એટલે સાંજે મોપેડ ઘરે પહોંચ્યું મોપેડ પોતાના ઘર પાસે જઈને દીકરી તો એકદમ ખુશખુશાલ થઈ ગઈ તેની ખુશીનો જાણે પાર ન રહ્યો અને તરત જ તેણે આજુબાજુ નજર કરી પરંતુ તેના પિતા ક્યાંય દેખાયા નહીં. દીકરીને હવે ચિંતા થવા લાગી કે પિતા ક્યાં છે તો આવી ગયું પરંતુ તેના પિતા ક્યાં છે? થોડાક સમય પછી તેના ઘર પાસે એક એમ્બ્યુલન્સ આવી, બધા લોકો ઘરની બહાર નીકળી ગયા કારણકે શેરીમાં એમ્બ્યુલન્સ આવી એમાં કોણ હતું એ જોવા માટે બધા લોકો એકઠા થઇ ગયા.
દીકરીએ અંદર જોયું તો એમ્બ્યુલન્સમાં અંદર તેના પિતાના પાર્થિવ દેહ હતો. થોડા સમય પછી તેના પિતાની ઓફિસમાં કામ કરી રહેલા કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા, આવીને દીકરીને બધી વાત કરી કે તેઓ સવારે આવ્યા ત્યારથી ચિંતામાં હતા પછી અચાનક શેઠની કેબિનમાં ગયા અને થોડા સમય પછી ફરી પાછા ચિંતા કરી રહ્યા હતા એટલે અમે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે દીકરીને માટે તાત્કાલિક લોન પાસ કરાવી અને મોપેડ ખરીદ્યું અને દીકરીને આ ખુશખબર આપવા માટે ઘરે ફોન કર્યો પણ દીકરી ખૂબ જ નારાજ હતી એટલે ફોન ઊંચક્યો નહીં તેઓની ચિંતા વધવા લાગી અને તેઓ બધા જોડે વાત કરી રહ્યા હતા એવામાં જ એને અચાનક છાતીનો દુખાવો વધી ગયો અને ઓફિસમાં ખુરશી પર બેઠા બેઠા ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યા.
દીકરી ઉભી ઉભી આ બધી વાત સાંભળી રહી હતી, તેના મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો મોટે મોટેથી ચીસો પાડીને રડી રહી હતી. ચીસ પાડીને કહી રહી હતી મને માફ કરી દો પપ્પા મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ, તમારી આ લાડલી દીકરી ને ખબર ન હતી કે તમે મને આટલો બધો પ્રેમ કરો છો મને પ્લીઝ માફ કરી દો પપ્પા. પરંતુ હવે થઈ પણ શું શકે? ખુબ મોડું થઇ ગયું હતું.
દીકરી પણ પોતાને જે ઉપર નારાજ થઈ ગઈ અત્યારે માત્ર પસ્તાવો જ કરી શકે તેવી હાલતમાં હતી. કદાચ જો દીકરી એ ફોન ઉપાડ્યો હોત તો આજે તેના પિતા જીવતા હોત.
બધા બાળકોએ આ ખુબ જ સમજવા જેવું છે કે હંમેશા તમારા માતા-પિતાની પરિસ્થિતી જુઓ એ તમને કેમ ભણાવી રહ્યા છે, તેઓની આવક શું છે. ઘરની જરુરીયાત શું છે. તમે કોઈ જીદ કરો છો તે પુરી કરવા માટે તમારા માતા-પિતા સક્ષમ છે કે કેમ? જો ના હોય તો ધિરજ રાખો, પિતા કોઈ દિવસ તેના બાળકની જીદ અવગણવા નથી માંગતા હોતા, બસ પરિસ્થિતી તેમને જીદ પુરી કરતા અટકાવી દે છે, સમય આવ્યે તે આપણી દરેક માંગણી પુરી કરવા માંગતા હોય છે.
ભલે આ કદાચ એક કાલ્પનિક સ્ટોરી હશે પણ બધા લોકો ને આ સ્ટોરીનું મોરલ સમજવાની જરુર છે. અને જો સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને કમેંટમાં આ સ્ટોરીને ૧ થી ૧૦ ની વચ્ચે રેટીંગ પણ આપજો.