દિકરીએ જીદ કરી કે મારે મોપેડ જોઈએ છે, સાંજે મોપેડ તો આવ્યુ પણ સાથે એંબ્યુલન્સ પણ આવી. દિકરીએ અંદર જોયું તો…

એક છોકરો અને છોકરી બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, વાત લગ્ન સુધી આવી એટલે છોકરા અને છોકરી એ બંને ના ઘરમાં પહેલેથી જ ખબર હતી કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે બંને ના ઘરમાંથી અનુમતિ મળી ગઈ એટલે બંનેના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા.

લગ્ન થયા પછી પતિ-પત્ની બંને સાથે રહેવા લાગ્યા, લગ્ન જીવન તેઓનું ખૂબ જ ખુશ ખુશાલ હતું. પતિ ની નોકરી હતી મિડલ ક્લાસ પરિવાર હતો, પતિ ના નોકરી માથે થતી આવક બધી ઘર ખર્ચમાં વપરાઇ જતી.

લગ્નના આશરે ત્રણેક વર્ષ પછી તેમના ઘરે દીકરી નો જન્મ થયો, દીકરીનો જન્મ થયો એટલે ઘરમાં આનંદનો માહોલ પ્રસરી ગયો. ઘરના બધા લોકો ખુશ થઈ ગયા, પિતા પણ એકદમ ખુશ થઈ ગયા.

સમયને જતા ક્યાં સમય લાગે છે ધીમે ધીમે દીકરી મોટી થતી ગઈ દીકરીને ભણવા પાછળ ખર્ચો થતો સાથે સાથે ઘર ચલાવવાનું વગેરે બધું પિતા મેનેજ કરી રહ્યા હતા, અને સાથે સાથે દીકરીના મમ્મી પણ નાના બાળકોને ટ્યુશન આપીને થોડી કમાણી કરી લેતા.

ધીમે ધીમે દીકરી પણ મોટી થતી ગઇ અને અઢાર વર્ષની થઈ ગઈ. આજે તેમનો જન્મદિવસ હતો તેને 18 વર્ષ પૂરા થઈ ગયા એટલે ઘરે નાની એવી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે પપ્પા કેક લઇને પણ આવવાના હતા, સવારે તૈયાર થઈને તેના પિતા ઓફિસે જવા તૈયાર થઇ રહ્યા હતા ત્યારે દીકરીએ કહ્યું કે મારે કંઈક લેવું છે? પિતાએ પૂછયું અરે આજે તો તારો જન્મદિવસ છે શું લેવું છે તારે બોલ? દીકરીએ કહ્યું મારે આજે જ મોપેડ લેવું છે. મધ્યમવર્ગના પરિવારમાં મોપેડ લેવું એ નાની વાત ન હતી. એટલે પિતાએ કહ્યું કે આજે ને આજે તો નહીં શક્ય બને. હું મજબૂર છું. થોડા ટાઇમ પછી હું તને લઈ આપીશ. પરંતુ તેમની લાડલી દીકરી માને જ નહીં, તે તો બસ જીદ પકડીને બેસી ગઈ કે આજે જ મારે વાહન જોઈએ છે. જીદમાં જીદમાં તેને પપ્પા સાથે વાત કરવાનું બંધ કરી દીધું.

પિતા પણ બિચારા શું કરે? દીકરીનું આવું વર્તન જોઇને એક બાજુ તેને દુઃખ પણ થઈ રહ્યું હતું. ઓફિસે ગયા પછી પણ તેનું મન કામમાં ન લાગતું હતું એટલે ત્યાંથી તેને દીકરીને મનાવવા માટે ફોન કર્યા ઘણી કોશિશ કરી પણ દીકરી એક પણ ફોન ઉપાડ્યો જ નહીં.

તેમના પિતાને હવે દીકરીની ચિંતા થવા લાગે અને ચિંતામાં ને ચિંતામાં તેની તબિયત પણ બગડવા લાગી. અચાનક પિતા ને છાતીમાં દુખાવો થવા લાગ્યો પછી તેણે નક્કી કર્યું કે દીકરીએ કહ્યું છે તો ભલે જે થાય તે આવે તેને હું મોપેડ લઈ આપીશ. તરત જ શેઠ પાસે ગયા તે ઘણા વર્ષોથી ત્યાં નોકરી કરી રહ્યા હતા એટલે તાત્કાલિક લોન મંજૂર કરાવી અને નવું મોપેડ બુક કરાવ્યું અને ત્યાં જણાવવામાં આવ્યું કે સાંજ સુધીમાં ઘરે મોપેડ પહોંચી જવું જોઈએ.

મોપેડ બુક કરાવવાની ખુશી પિતાને તો હતી પરંતુ દીકરી સાંભળતો વધુ ખુશ થઈએટલે દીકરી ને ફરી પાછો ખુશખબરી આપવા માટે ફોન કર્યો પરંતુ દીકરી ને કોઈ વાતની ખબર હતી નહીં અને તે હજી નારાજ હતી એટલે તેને ફોન જ ના ઊંચક્યો. જિદ્દી દીકરી હજુ પણ તેના પિતા થી નારાજ હતી, પપ્પાને ચિંતા વધુ થવા લાગે તે ઓફિસમાં બેઠા હતા પરંતુ તેને કોઈ કામ કરવાનું મન થતું ન હતું તેની ચિંતા અત્યંત વધવા લાગે છે અને તેને છાતીમાં દુખાવો પણ વધી ગયો. દીકરી ને ખુબ જ પ્રેમ કરતા હતા દીકરીના ફરી પાછો ફોન કર્યો પરંતુ દીકરી હજુ પણ નારાજ હતી એટલે ફોન ઉપાડ્યો જ નહીં.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel