દીકરી ને મદદ કરવા માટે મીઠાઈ ના બોક્સમાં સોનુ ભરીને આપ્યું, પરંતુ જમાઈએ તે મીઠાઇનું બોક્સ…

એક અત્યંત ધનાઢય પરિવાર હતો, એ પરિવારમાં માતાપિતા તેમની એક દીકરી, એક દીકરો અને તેના દાદા-દાદી એમ કુલ મળીને છ સભ્યો રહેતા હતા. દીકરીની ઉંમર મોટી હોવાને કારણે તેના લગ્ન નક્કી કરવામાં આવી ચુક્યા હતા.

થોડા સમય પહેલાં જ દીકરી ની સગાઈ પણ કરી દેવામાં આવી હતી, દીકરીના લગ્નમાં કોઈપણ જાતની ખામી ન રહે તે માટે લગભગ છ મહિનાથી દીકરીના લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અને આખરે લગ્ન દિવસ પણ આવી ગયો, દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા.

દીકરીના લગ્ન જ્યાં કરવામાં આવ્યા હતા એ ઘર પણ ખૂબ જ મોટું હતું. અને ખૂબ જ સુખી-સંપન્ન પરિવાર હતો. પરંતુ દીકરીના નસીબમાં સુખ ના હોય કે ગમે તેમ પરંતુ તેનો પતિ જુગારી, નશાખોર નીકળ્યો. જુગારની ખરાબ આદતને કારણે ટૂંક સમયમાં જ તેનું બધું જ ધન હારી ગયો. ઘરમાં રહેલું બધું જ ધન સમાપ્ત થઈ ગયું.

દીકરી ની આ હાલત ની જાણ તેના પિયરમાં તેના માતા-પિતાને પણ થઈ ચૂકી હતી. દીકરીની માતા દરરોજ પોતાના પતિને કહેતી કે આપણી પાસે આટલા બધા પૈસા છે, આટલી બધી સંપત્તિ છે તમે દુનિયામાં ઘણા લોકોને મદદ પણ કરો છો પરંતુ તમે તમારી દીકરી પરેશાનીમાં છે તો તેની મદદ કેમ નથી કરી રહ્યા?

આથી તેના જવાબમાં તેના પતિ જણાવે છે કે જ્યારે તેનો ભાગ્ય ઉદય થશે ત્યારે આપોઆપ જ તેની મદદ કરવા માટે તૈયાર થઇ જશે.

માતા પણ આ જવાબ સાંભળીને ઉદાસ મોઢે જ પાછી રસોડામાં ચાલી ગઈ. અને કામકાજમાં વ્યસ્ત થઈ ગયા.

થોડા સમય પછી એક દિવસે સવારે તેના પતિ બહાર ગયા હતા એવામાં જ તેના જમાઈ આવી ગયા.

સાસુએ તેના જમાઈનું એકદમ આદર-સત્કાર સાથે આગમન કર્યું. તેને તરત જ તેની દીકરીને મદદ કરવાનો વિચાર આવ્યો. પરંતુ તેના પતિએ તો મદદ કરવાની ના પાડી દીધી હતી.

હવે શું કરવું? એ વિચાર તેના મગજમાં ચાલી રહ્યો હતો એવામાં જ તેને વિચાર આવ્યો કે અહીં નજીકમાં જ મીઠાઈ ની દુકાન છે ત્યાંથી હું મીઠાઈ લઈ આવું અને જમાઈને તે મીઠાઈના બોક્સ માં મીઠાઈ ની જગ્યાએ સોના મહોરો રાખીને આપી દઉં.

મનોમન જ આવો વિચાર કરી લીધો હતો તરત જ મીઠાઇનું મોટુ બોક્સ લઈ આવ્યા અને મીઠાઈ ની વચ્ચે સોનામહોરો ને દબાવી ને રાખી દીધી, જ્યારે તેના જમાઈ થોડી વાર બેસીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આશરે એક કિલો જેટલી મીઠાઈ તેને આપી જેમાં મીઠાઈ ની જગ્યાએ સોના મહોરો પણ હતી.

જમાઈ મીઠાઈ લઈને ઘરે જઈ રહ્યા હતા એવામાં તેને વિચાર્યું કે આટલું બધું વજન સાથે લઈને કોણ ફરે, એટલે બાજુમાં જ રહેલી મીઠાઈની દુકાને તેને આ મીઠાઈ પાછી આપી દેવાનો નિર્ણય કરી લીધો. અને સાથે એવું પણ વિચાર્યું કે આ મીઠાઈ પછી આપીશ તો એના બદલામાં મને થોડા પૈસા પણ મળી જશે.

એટલે જે દુકાન ની મીઠાઈ હતી એ જ દુકાનમાં એ મીઠાઈ ફરી પાછી વેચી નાખી. અને તેમાંથી મળેલા પૈસા ખુશી ખુશી પોતાના ખિસ્સામાં નાખી ને તેઓ ત્યાંથી નીકળી ગયા.

થોડા સમય પછી જ તેના સસરા બહાર ગયા હતા એ ઘરે આવે છે ત્યાં રસ્તામાં તેને વિચાર આવે છે કે ઘણા દિવસથી મિઠાઈ ખાધી નથી. આજે મીઠાઈ લઈને ઘરે જઈશ.

તો બહારથી ઘરે જતી વખતે તેઓએ ઘરની નજીક આવેલી દુકાનમાંથી 1 કિલો મીઠાઈ લીધી, જોગાનુજોગ મીઠાઈ વાળા એ તેને તેના જ જમાઈએ પાછું આપેલું બોક્સ ફરી પાછું તેના સસરા ને વેચી નાખ્યું. કે જેમાં મીઠાઈ ની જગ્યાએ સોનામહોરો હતી.

તેઓએ લઈને ઘરે આવ્યા અને તેની પત્નીને બોક્સ આપ્યું. જમવા નું પીરસતી વખતે પત્નીએ મીઠાઇનું બોક્સ ખોલ્યું તો અંદર જે હતું તે જોઈને ચોંકી ગયા કારણ કે તેને મૂકેલી સોનામહોરો અંદર બોક્સમાં પડી હતી.

તેનાથી રહેવાયું નહી અને તેને તેના પતિને બધી વાતની જાણ કરી કે કેવી રીતે જમાઈ આવ્યા હતા અને દીકરીને મદદ કરવા માટે તેને મીઠાઈના બોક્સ માં સોનામહોરો રાખી હતી.

તેના પતિ એ તરત જ જવાબ આપતા કહ્યું ભાગ્યવાન મેં પહેલાં જ કહ્યું હતું કે અત્યારે તેઓનું ભાગ્ય જાગ્યો નથી. જોયું તે સોનામોહર ન તો આપણા જમાઈના નસીબમાં હતી કે ન પેલા મીઠાઈ વાળા ના નસીબમાં.

કદાચ એના માટે જ કહેવાતું હશે કે નસીબથી વધારે અને સમયથી પહેલા કોઈને કશું જ મળતું નથી. ભગવાન ઉપર ભરોસો રાખજો તે અટકવા નહીં દે!

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

error: Content is Protected!