દીકરી વાળા ના ઘરે જઈને ચા નાસ્તાનો ખર્ચ કરાવી અને હેરાન કરવા તેના કરતા બગીચા માં અમે મળી લઈશું અને બંને ને પસંદ આવે તો મંદિર માંથી મળેલા પ્રસાદ થી જ મીઠું મોઢું કરી લઈશું.
અને હા તમારી દીકરી તમારા ઘર માં કાયમ માટે રહેતી હોય તેમ જ તૈયાર કરીને લાવશો ખોટા પાર્લર ના ખર્ચ કરીને ભારે કપડાં પહેરવાની પણ જરૂર નથી પરમ દિવસ રવિવાર છે તો સવારે દસ વાગ્યા મંદિર માં દર્શન કરી અને આપણે બધા બગીચા માં ભેગા થઈશું.
મહેમાન ચા નાસ્તો કરી અને નીકળવા માટે રજા લીધી અને મહેશ ના હાથ માં એક સો રૂપિયા ની નોટ આપી મહેશે ના કહેતા મહેમાને કહ્યું કે બેટા ના નહિ પાડશો આ કોઈ વહેવાર નથી પણ એક દીકરી ના બાપ ના આશીર્વાદ છે આગળ શું થવાનું છે એ તો મને ખબર નથી.
પરંતુ ઈશ્વર ને પ્રાર્થના કરીશ કે તમારા જેવા સંસ્કારી પરિવાર ની સાથે મારો અને મારી દીકરી નો સંબંધ જરૂર થઇ જાય અને કદાચ એકબીજા ની લેણાદેણી ના હોય અને સંબંધ ના પણ થાય તો તમારા સંસ્કાર ની સાથે જોડાઈ રહેવા માટે હું જરૂર પ્રાર્થના કરીશ ધન્ય છે.
તમારા માતા પિતા જે ફક્ત પોતાના સ્વાર્થ નહિ પણ સામે વાળા નો પણ ખ્યાલ રાખે અને આટલું બોલતા બોલતા મહેમાન ની આંખો ભીની થઇ ગઈ અને મહેશ ના માતા પિતા એ તેને આપેલા સંસ્કારો થી કરેલા વર્તન થી તેની છાતી ગજ ગજ ફૂલવા લાગી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.