જીગર તેની મમ્મીને ફોન લગાવીને બાપુજી ને આપે છે. બાપુજી એની સાથે વાત કરે છે, બાપુજી લાંબુ રોકાવાના વિચારથી વિદેશમાં ગયા હતા. પરંતુ તેને વિદેશમાં કોઈપણ કારણોસર માફક આવ્યુ નહીં.
એટલે લગભગ ત્રણ દિવસ પછી જીગર તેને ફરી પાછું વતન ફરવાની ટિકિટ કઢાવી આપે છે, અને બાપુજી પોતાના ગામડે પાછા પહોંચી જાય છે.
થોડા દિવસ તો બધું નોર્મલ ચાલી રહ્યું હોય છે, પણ પરંતુ અંદાજે એક-બે અઠવાડિયા પછી જીગર ની સાથે રહેતી છોકરી જીગર ને વાત કરે છે કે સાંભળ, તારા પિતા અહીં આવ્યા અને ગયા પછી થોડા દિવસ પછી મારું ધ્યાન ગયું કે કિચનમાંથી એક ડીશ ગાયબ છે. મને તો એવી શંકા લાગે છે કે તારા પપ્પા એ જ…
જીગર એ તેની વાત કાપતાં કહ્યું હવે તું કહેવા શું માંગે છે? મારા બાપુજી કંઈ ચોર નથી.
છોકરી કહે છે અરે એવું નથી પણ તું એક વખત પૂછવાની કોશિશ તો કરી જો, કદાચ ભૂલથી તેના બેગમાં આપણી ડીશ ચાલી ગઈ હોય.
છોકરાએ માથું ધુણાવીને હા કહી અને કહ્યું ઠીક છે હું પૂછી જોઈશ.
થોડા સમય પછી બાપુજી સાથે ફોનમાં વાત કરી રહ્યો હોય છે ત્યારે જીગર તેના પપ્પાને પૂછે છે કે બાપુજી, હું તમને એમ નથી કહેવા માંગતો કે તમે રસોડામાંથી ડીશ ચોરી કરી હશે, અને હું એમ પણ નથી કહેવા માંગતો કે તમે ડીશ નહીં ચોરી કરી હોય. પરંતુ જો તમે ભૂલથી ડીશ લઇ ગયા હોય તો પ્લીઝ તમે એ ડીશને અહીં પાછી મોકલાવી દો, કારણકે એ ડીશ પેલી છોકરીની મનપસંદ છે, એના માતા-પિતાએ તેને ડિનર સેટ ભેટમાં આપ્યો હતો. આથી એમાંથી એક ડીશ ગાયબ થતાં તે દુખી થઈ ગઈ છે.
પહેલા તો તેના બાપુજીએ કશો જવાબ ન આપ્યો, થોડા સમય પછી તે તેના ઘરમાંથી થોડા બહાર નીકળીને બોલ્યા મારા દીકરા હું એમ નથી કહેવા માંગતો કે તારી રૂમ-પાર્ટનર તારા સાથે સુવે છે. અને હું એમ પણ નથી કહેવા માંગતો કે તારી રૂમ-પાર્ટનર તારા સાથે નથી સુતી. પરંતુ જો તારી રૂમ-પાર્ટનર હું ત્યાંથી અહીં આવ્યો કેટલા દિવસમાં એક પણ દિવસ જો પોતાના રૂમમાં સુવા ગઈ હોત તો તેને તેના તકિયા નીચે જ તેને લકી ડિનર સેટ ની ડીશ મળી ગઈ હોત, કારણકે મેં તેના તકિયા નીચે જ ડીશ સંતાડી હતી.
જીગર ને આજે સમજાઈ ગયું કે જમાનો ગમે તેટલો મોર્ડન થાય, તમે ગમે તેટલા પપ્પાને સમજાવી દેવાની કોશિશ કરો. પરંતુ એક બાપ આખરે બાપ હોય. સ્ટોરી વાંચીને તમારા મોઢા પર સ્મિત આવ્યું હોય તો શેર અચૂક કરજો.