એક દીકરાની આ વાત છે, જીગર એનું નામ. દીકરાને તેના માતા-પિતાએ ખૂબ લાડકોડથી ઉછેર્યો હતો. દીકરો પણ ભણીગણીને ખૂબ જ આગળ નીકળ્યો. અને તેને સારી નોકરી પણ મળી ગઈ, નોકરીમાં પણ ધીમે ધીમે તેનું પ્રમોશન થતું ગયું અને તે પોતાની જાત મહેનતથી ઘણો આગળ આવવા લાગ્યો.
તેના માતા-પિતા બંને ગામડે રહેતા હતા પરંતુ જીગર હવે શહેરમાં રહેવા આવી ગયો, તેને ચાલુ નોકરીની સાથે સાથે બીજી કંપનીઓમાંથી પણ સારા પગારની ઓફર આવવા લાગી. તેમ છતાં તે જે કંપની માટે કામ કરી રહ્યો હતો તે જ કંપનીમાં જોડાઈ રહ્યો. આથી કંપનીનો પણ તે વિશ્વાસુ માણસ થઈ ગયો.
થોડા સમય પછી કંપનીએ વિદેશમાં પોતાની ઓફિસ ચાલુ કરી, ત્યાં કોઈ વિશ્વાસુ માણસની જરૂર હોવાથી જીગર ને વિદેશમાં જવાની ઓફર આપી. જીગર એ તેના માતા-પિતા સાથે વાત કરી અને ખૂબ જ ઉત્સાહ સાથે આ ઓફરને સ્વીકારી અને વિદેશમાં ધંધાર્થે રહેવા ગયો.
ત્યાં જઈને તેની લાઈફ સ્ટાઈલમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો. થોડું વેસ્ટર્ન કલ્ચર પણ તેનામાં દેખાવા લાગ્યું. તે નિયમિત પણ પોતાના માતા-પિતા સાથે વાત કરી લેતો, વિદેશ ગયા અને લગભગ એક વર્ષ જેવું થયું હશે ત્યારે માતા પિતા નો ફોન ચાલુ હતો અને પિતાએ કહ્યું કે દીકરા મને તને મળવાનું ખૂબ જ મન થાય છે. હું શું કરું?
દીકરાએ કહ્યું અરે પપ્પા, આવી જાઓ તમે. હું તમારી ટિકિટ વગેરે ની વ્યવસ્થા કરાવું છું તમે માત્ર અહીં આવવાની તૈયારી ચાલુ કરી દો. થોડા દિવસોમાં જ તેની ટિકિટ આવી ગઈ અને પિતા વિદેશમાં જાય છે.
દીકરાને ફોન કરીને જાણ કરી એટલે દીકરાના ઘરે થી કોઈ તેને ચડવા આવ્યું હતું, બાપુજી દીકરાના ઘરે તેને મળવા જાય છે. દીકરાનો ફ્લેટ જોઈને બાપુજી મનોમન હરખાવા લાગે છે. દીકરાના ફ્લેટમાં તેની જોડે એક ખુબસુરત છોકરી પણ રહેતી હોવાના ખબર પડે છે. સાંજે જમવાનો સમય થાય છે ત્યારે બાપુજી તેનો દીકરો અને પેલી છોકરી ત્રણે જણા સાથે જમવા માટે બેસે છે.
બાપુ જીગર ને ઈશારો કરીને પૂછ્યું કે આ છોકરી તારી સાથે છે તે કોણ છે?
છોકરા એ જવાબ આપ્યો પપ્પા આ છોકરી મારી રૂમ પાર્ટનર છે, અને મારી સાથે ઘણા સમયથી રહે છે. થોડા સમય બાપુજી કશું બોલ્યા નહીં એટલે છોકરાએ ફરી પાછું તેને કહ્યું તમે વિચારો છો એવું કંઈ નથી, અમારા બંને વચ્ચે કોઈ પ્રકારની એવી રિલેશનશિપ નથી. અમારા બંનેના રૂમ પણ અહીં જુદા જુદા છે અને અમે અહીં અલગ અલગ જ સુઈએ છીએ. અમે બંને એકબીજાના સારા મિત્ર બની ચૂક્યા છીએ.
બાપુજીએ આખી વાત સાંભળી પછી બીજી વાત કરતા કહ્યું તને મળીને ખૂબ જ આનંદ થયો. તારા મમ્મી ને ફોન લગાવી દે એની સાથે પણ હું વાત કરી લઉં.