અને વૃદ્ધ તેની સામે જોઈ રહ્યા હતા છોકરો ઘરે પહોંચતા ની સાથે જ તેની માં ને ભેટી પડ્યો અને કહ્યું કે આજે મેં ભગવાન ની સાથે રોટલી ખાધી મને ખુબ જ આનંદ આવ્યો માં પણ તેના દીકરા ને આટલો ખુશ પહેલી વખત જોઈ રહ્યા હતા. બીજી તરફ એ વૃદ્ધ ત્યાં થી તેના ગામ ગયા ત્યારે ગામ વાળા એ જોયું કે આજે આ વૃદ્ધ બહુ જ ખુશ છે.
જેથી તેની પાસે જઈ ને એક વ્યક્તિ એ પૂછ્યું કે આટલી બધી ખુશી નું કારણ શું છે ત્યારે એ વૃધે કહ્યું કે હું ગામ ની બહાર નદી કિનારે બે દિવસ થી ભૂખ્યો બેઠો હતો પરંતુ મને એ વાત નો વિશ્વાસ હતો કે ભગવાન મને અહીંયા જમવાની વ્યવસ્થા કરી આપશે.
બે દિવસ ની ભૂખ ના કારણે હું ત્યાં થી ઉભો થઇ ને ચાલી શકું તેવી મારી સ્થિતિ નહોતો તેથી ભગવાન પોતે મને જમાડવા માટે આવ્યા હતા અને મારી સાથે બેસી ને તે પણ જમ્યા હતા ભગવાન એકદમ નાના છોકરા જેવા અને માસુમ હતા
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.