એક મિડલ ક્લાસ પરિવાર હતો, પરિવાર માં પાંચ સભ્યો રહેતા હતા. એક દીકરો એક દીકરી તેના માતા-પિતા અને દાદી એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા. દાદાજીના ગયા પછી માતા-પિતા ઉપર જવાબદારી વધી હતી અને એટલા માટે જ તે લોકો ખુબ જ કરકસરથી ઘર ચલાવતા અને જેટલી બની શકે તેટલી વધુ બચત કરતા કારણકે તેઓના બંને સંતાનો જ્યારે લગ્ન કરે ત્યારે એ બચત કામ આવે.
કુંજ ભણી-ગણીને આગળ આવ્યો અને થોડા જ સમય પહેલા તેની નોકરી એક મલ્ટીનેશનલ કંપનીમાં લાગી હતી. શરૂઆતમાં તેનો પગાર ઓછો હતો પરંતુ એક વર્ષ પછી તેને સારું ઇન્ક્રિમેન્ટ મળવાનું હતું એટલે તેને તે નોકરી પણ પસંદ કરી લીધી હતી.
જોતજોતામાં એ સમય પણ આવી ગયો જ્યારે મોટો દીકરો કુંજ લગ્ન કરવા જેવડો થઈ ગયો. કુંજની નાની બહેન પ્રિયા તેનાથી ચાર વર્ષ નાની હતી. કુંજ ના લગ્ન માટે એકબીજાને જોવાનું નક્કી કરવામાં આવ્યું. કુંજ અને કવિતા એ બંનેએ એકબીજાને પસંદ કરી લીધા. બંનેના પરિવાર પણ સાથે ભેગા થયા હતા અને બંનેની સગાઇ કરી દેવામાં આવી.
સગાઈ પછી લગ્ન નક્કી કરવા માટે બન્ને વેવાઈ ભેગા થયા અને સંમતિ સાથે એક તારીખ નક્કી કરવામાં આવી. લગ્નને છ મહિનાની વાર હતી.
ધીમે ધીમે લગ્નની તૈયારી શરૂ કરી દીધી. કુંજ માટે કપડાં લેવા માં આવ્યા ઘરમાં બીજા કોઈને જે જરૂર હતી એ બધી વસ્તુઓ વગેરે લેવામાં આવ્યું.
કુંજ ના પિતા અત્યંત ઉત્સાહ મા હતા કારણકે તેનો દીકરો લગ્ન કરી રહ્યો હતો અને તેને થોડા સમય પહેલા સારી નોકરી પણ મળી ગઈ હતી. ધીમે ધીમે દિવસો વિતતા ગયા અને લગ્ન નજીક આવતા ગયા લગ્નને માત્ર પંદર દિવસની વાર હતી ત્યારે કુંજ જ્યારે નોકરીમાંથી ઘરે આવ્યો ત્યારે તેને તેના પિતાએ કહ્યું કે બેટા આવતી કાલે તારે સવારે ફોટોગ્રાફર ને ત્યાં જવાનું છે એ લોકો તમને પ્રી-વેડિંગ શૂટ કરી આપશે.
કુંજના પિતાને પહેલા તો આવી ખબર ન પડતી પરંતુ બીજાના પ્રસંગમાં જાય ત્યારે જેમ લગ્ન ચાલુ હોય અને બાજુમાં પ્રી-વેડિંગ ના ફોટા વિડિયો વગેરે દેખાડવામાં આવે ત્યારે જ તેને નક્કી કરી લીધું હતું કે મારે પણ કુંજ માટે આવું પ્રી-વેડિંગ શૂટ કરાવવું છે અને લગ્નમાં ખૂબ જ ધામધૂમ કરવી છે.
ફોટોગ્રાફર સાથે એક લાખ 80 હજાર રૂપિયા માં પ્રી-વેડિંગ શૂટ નક્કી કરવામાં આવ્યું હતું. મિડલ ક્લાસ પરિવાર હોવા છતાં કુંજના પિતાએ આ શૂટ નક્કી કરવામાં પાંચ સેકન્ડ પણ લગાડી નહીં અને તરત જ કહ્યું કે આવતીકાલે દીકરા વહુ ને શૂટિંગ માટે મોકલશે.
બીજા દિવસે સવારે દીકરો અને વહુ બંને ત્યાં ફોટોગ્રાફર પાસે ગયા લગભગ એક કલાક નો સમય પણ નહોતો થયો કે તરત જ પાછા આવી ગયા.
દીકરો ઘરમાં પ્રવેશી રહ્યો હતો અને પિતા નું ધ્યાન ગયું એટલે પુછયું કુંજ શું આટલી જ વારમાં શૂટિંગ ખતમ થઈ ગયું કે ફરી પાછું જવાનું છે? અને અત્યારે એ લોકોએ ફોટા પાડ્યા હોય તો મને પણ જરા બતાવ.
દીકરાએ પિતા સામે જોઈને કહ્યું પપ્પા મને ખબર છે તમે મારી રાહ જોઈ રહ્યા હતા પરંતુ મને થોડું કન્ફ્યુઝન હતું એટલા માટે જ હું ફોટોગ્રાફર પાસે ગયો હતો.
કુંજ નો ચહેરો બદલાયેલો જોઈને પિતાએ કહ્યું શું થયું બેટા તને ફોટોગ્રાફર પસંદ ન આવ્યો કશો વાંધો નહીં એવું હોય તો આપણે એનાથી પણ સારા ફોટોગ્રાફરને પ્રી-વેડિંગ માટે કહી દઈશું.