અને એ પાંચ વર્ષ નો સમય એટલે માટે લાગ્યો કે તેને આટલી બધી ઉંચાઈ સુધી જવા માટે તેના મૂળ જમીન ની નીચે મજબૂત રાખવા પડે. અને તે પાંચ વર્ષ સુધી તેને પહેલા તેના મૂળ મજબૂત કર્યા, અને પછી ધરતી માંથી બહાર આવી અને છ મહિના માં આટલી ઉંચાઈ પ્રાપ્ત કરી એ પાંચ વર્ષ નો સમય તેનો સંઘર્ષ નો સમય હતો.
અને જયારે પણ જીવન માં સંઘર્ષ કરવાનો સમય આવે ત્યારે સમજવું કે આપણે આપણા મૂળ હજુ મજબૂત થઇ રહ્યા છે, તમારો સંઘર્ષ નો સમય જ તમને મજબૂત માણસ બનાવી શકે. અને તેનાથી જ તમે આવતા સમય ને સૌથી સારો બનાવી શકો.
આપણી કોઈ બીજા ની સાથે તુલના કર્યા વિના જ જીવન માં આવેલા સંઘર્ષ નો સામનો કરો જીવન માં આવેલ સંઘર્ષ થી ગભરાયા વિના સામનો કરો, અને આપણા જીવન ના મૂળ ને મજબૂત કરો. થોડો સમય લાગે પણ સફળતા પણ આપણી રાહ જોઈ રહી હોય છે.
આટલું બોલતા દિનેશ ની સામે થી મહાદેવજી અદ્રશ્ય થઇ ગયા, પરંતુ દિનેશ માં જે હિંમત આવી તેના કારણે ખુબજ મહેનત અને ઈમાનદારી થી ફરી ને પોતાનું સામ્રાજ્ય થોડા વર્ષ માં જ જમાવી દીધું.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.